Monday, October 14, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં બિઝનેશ કે રંગ, બચ્ચો કે સંગ બિઝનેસ મેળો યોજાયો

પોરબંદર : ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ના સ્પોર્ટ્સ મેદાન  ખાતે  પોરબંદર ની શ્રીમતિ જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ઈંગ્લીસ મીડિયમ સ્કૂલ દ્વારા “ બિઝનેશ કે રંગ, બચ્ચો કે સંગ શીર્ષક અંતર્ગત   બિઝનેસ મેળો નુ આયોજન કરવા મા આવેલ હતું જેમાં 40 સ્ટોલમાં ફૂડ, ગેમ, રાઇડ્સ, સ્ટેશનર, જવેરેલી ઝોન માં 500 છાંત્રો એ બિઝનેશમેન તરીકે ઉત્સાહ ભેર ભાગ લીધો અને 8000 જેટલાં વાલીઓ સહીત વિદ્યાર્થીઓ એ  આ વાણિજ્ય મેળા ને માણ્યો હતો.

પોરબંદર ની શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ  સંચાલિત છેલ્લા 16 વર્ષથી શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર ઘડતર મા જિલ્લામાં અનોખું સ્થાન ધારાવતી અને અને સમગ્ર જિલ્લા સૌથી વધુ  2000 જેટલાં વિદ્યાર્થીઓ ની સંખ્યા ધરાવતી પોરબંદર ની માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ  સંચાલિત પોરબંદર ની શ્રીમતિ જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ઈંગ્લીશ મીડીયમ.સ્કૂલ દ્વારા  “બિઝનેશ કે રંગ  બચ્ચો કે સંગ “શીર્ષક તળે ફન, ફેર. બિઝનેસ  મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. ગોઢાણીયા સંકુલ ના સ્પોર્ટ્સ મેદાન  ખાતે છાત્રોએ વિવિધ વાનગી બનાવી હતી. વિવિધ સ્ટોલ મા વેચાણ કરી આત્મ નિર્ભર બનવાની તાલીમ મેળવી હતી.

શરૂઆતમા  સ્કૂલ ના  આચાર્યા ભાવનાબેન અટારા એ જણાવ્યું હતું કે, છાત્રો ને માત્ર પાઠ્ય પુસ્તક મા સૈધંતિક જ્ઞાન આપવું પર્યાપ્ત નથી પણ  છાત્રો ને  આપેલા સૈધાંતીક જ્ઞાન સાથે પ્રત્યક્ષ  પ્રેક્ટિકલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, પ્રોફિટ, લોસ, સ્ટોક મેનેઝમેન્ટ, સેલ્સમેનશિપ, માર્કેટિંગ સમજવા માટે સૌથી મોટુ પ્લેટફોર્મ મળશે. આ પ્રેક્ટિકસલ જ્ઞાન મળી  રહે તે માટે આ બિઝનેસ  મેળા નુ આયોજન કરવા મા આવેલ છે. તેમ  જણાવી સૌ ને મીઠો આવકાર આપ્યો હતો.

બીઝનેશ મેળા નુ  માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ  ના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડૉ વિરમ ભાઈ ગોઢાણીયા એ પ્રારંભ કરાવી છાત્રો ને સંબોધન કરતા જણાવ્યું હતું કે,  હવે વાણિજ્ય ક્ષેત્રે સ્પર્ધાત્મક યુગ ચાલી રહ્યો છે  તેમાં ડિગ્રીઓ ઓરીયન્ટેબલ નહિ  પણ સ્કિલ ઓરીએન્ટેબલ ની જબરી માંગ છે હવે ગોખણિયું જ્ઞાન નહિ ચાલે. ડીઝીટલ ટેકનોલોજો ના યુગમાં કુશળતા પ્રાપ્ત કરવી પડશે. આ બિઝનેસ ક્ષેત્રે આ મેળો નવી દિશા ના દરવાજા ખોલે છે આત્મ નિર્ભર ભારતના નિર્માણમાં યુવા પેઢી મહત્વ નુ યોગદાન  આપે તે જરૂરી  છે તેમણે બાળકો મા છુપાયેલી ક્ષમતા ને વાલીઓ ઓળખી   સહભાગી બનવા ની શીખ આપી હતી   અને 40 જેટલાં સ્ટોલ ના છાંત્રો સાથે બિઝનેસ વિશે છાંત્રો સાથે  સવાદ કરી પ્રેરણા પ્રોત્સાહન પૂરુપાડી અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે પોરબંદર ની ગોઢાણીયા બી એડ કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડૉ એ, આર ભરડા એ  વિદ્યાર્થીઓમા રહેલ બિઝનેશ અભિગમ અને સુષુપ્ત શક્તિઓની ખીલવની માટે આ બિઝનેસ મેળો એક પ્રબળ માધ્યમ  ગણાવી આત્મ નિર્ભર બનવાના પ્રયાસ ને બિરદાવ્યો  હતો. ગોઢાણીયા ઈંગ્લીશ  મીડિયમ સ્કૂલ ના  છાત્રો દ્વારા આ બિઝનેસ મેળામાં 40  જેટલાં સ્ટોલ મા સેન્ડ વિચ  પફ કોલ્ડીંગ્સ, કોલ્ડ કોફી, ચીજ, પીઝા કેક વડાપાઉં, ફેંકી બ્રાઉન પોપટી ચિપ્સ, ચાઈનીઝ ભેળ, ફુદીના સોડા બેકરી આઈટમ, મેગી અમેરિકન મકાઈ મિક્સ રાઈસ, ટોરો ફાઈ સમોસા લાઈવ ઢોકળા ગ્રીલ સેન્ટ ચોકલેટ વેરાઈટી, પાણી પુરી જ્યુસ મિલ્ક સેક આમ ફૂડ ઝોન, ગેમ ઝોન, રાઇડ્સ ઝોન, સ્ટેશનરી ઝોન જવેલરી ઝોન એટલેકે  એટલેફૂડઝોન,ગેમ ઝોન, રાઇડ્સ સ્ટેશનરી, જેવેલેરી સમાવેશ કરવામાં આવેલ હતો.

આ સ્ટોલ મા છાત્રો એ જાતે વાનગી બનાવી તેનો નફો રળી આત્મ નિર્ભર બનવાની તાલીમ મેળવી હતી છાત્રો એ જે નફો મળ્યો તેનો થોડો  હિસ્સો ગરીબ લોકોની સેવા મા વાપરવા નો સંકલ્પ લીધો હતો આ ભવ્ય બિઝનેસ મેળામાં ધોરણ 10,-11 અને 12 ના 500 જેટલાં વિદ્યાર્થીઓ એ  ભાગલીધો હતો. આ 40 જેટલાં સ્ટોલ મા ભાગ લેનારનો શ્રેષ્ઠ  પ્રદર્શન કરનાર છાત્રો ને ઇનામ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ હતું, આ તકે ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ની 16 વર્ષની શિક્ષણ યાત્રા ની કલીપ નુ  ટ્રસ્ટના પ્રમુખ ડો વિરમભાઈ ગોઢાણીયા  ના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું જે કલીપ ને  મોટા સ્ક્રીન પર વાલીઓ એ નિહાળી હતી આ વાણિજ્ય મેળા ને  ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ના કે. જી. થી પી. જી. સુધીના છાંત્રો એ નિહાળ્યો હતો.

મેનેજીંગ ટ્રસ્ટી  અર્જુનભાઈ મોઢવાડીયા, ટ્રસ્ટી ભરતભાઈ ઓડેદરા, શ્રીમતિ શાન્તા બેન ઓડેદરા, શ્રીમતિ જયશ્રીબેન ગોઢાણીયા, ટ્રસ્ટી ભરતભાઈ વિસાણા સહિતના ટ્રસ્ટીગણે આજની યુવા પેઢી આત્મ નિર્ભર બનાવના આવા પ્રેક્ટિકલ કાર્યક્રમો ને આવકારી  અભિનંદન પાઠવ્યા હતા. આ ભવ્ય રીતે યોજાયેલા આ બિઝનેસ મેળા કાર્યક્રમ મા ગોઢાણીયા મહિલા કોલેજ ના પ્રિન્સિપાલ ડૉ કેતન ભાઈ શાહ, ગર્લ્સ હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ શ્વેતાબેન  રાવલ, ગુજરાતી મીડિયમ સ્કૂલ ના આચાર્યા પૂજાબેન મોઢા, પ્રિ. પ્રાયમરી સ્કૂલ ના  આચાર્યા અનિતાબેન પંડ્યા કન્યા છાત્રાલય ના એડમીનીસ્ટેટર કિરણબેન ખૂંટી, આઈ. ટી કોલેજ ના ડાયરેક્ટર ધવલ ભાઈ ખેર, ચિત્રાબેન જુંગી,રણમલભાઈ કારાવદરા, દેવર્ષીબેન વિસાણા, યસભાઈ દાસાણી, નિયતિબેન મોઢવાડીયા, કાંધલભાઈ જાડેજા,કલ્પનાબેન જોશી, ડૉ પ્રણાલીબેન જોષી, યોગા કોલેજ ના ડાયરેક્ટર જીવાભાઈ ખૂંટી ટ્રસ્ટ ના અંગત  સેક્રેટરી કમલેશભાઈ થાનકી , હિસાબી અધિકારી વિજયભાઈ થાનકી, દીપેન ભાઈ જોષી સંકુલ ના શિક્ષકો પ્રોફેસરો, સંકુલ પરિવાર  સ્કૂલ નો સ્ટાફ ગણ,  શિક્ષકો  વહીવટી  કર્મ ચારીઓ  વિદ્યાર્થીઓ અને વાલીઓ સહીત વિદ્યાર્થીઓ એ મોટી સંખ્યા મા આ બિઝનેસ મેલા ને માણ્યો  હતો.  ગોઢાણીયા ઈંગ્લીસ મીડીયમ સ્કૂલ ના ઇનોવેટીવ પ્રિન્સિપાલ  ભાવનાબેન અટારા ના માર્ગદર્શન હેઠળ સુપરવાઈઝર સાવનભાઈ કોટેચા, દિવ્યાબેન કાલાણી, ભાવેશભાઈ મોઢા, વિશાલભાઈ લોઢારી સહીત ટિચીંગ સ્ટાફ તથા નોન ટિચીંગ પરિવારે ભારે જહેમત ઉઠાવી આ બિઝનેસ મેળા ને દીપાવ્યો હતો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે