કુતિયાણા માં એક દાયકા પૂર્વે સગીરા નું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર શખ્સ ને એલસીબી ટીમે ટેરી ગામે થી ઝડપી લીધો છે.
પોરબંદરના કુતિયાણા પંથકમાં 10 વર્ષ પહેલા બિહારના ઈસમે સગીરાનું લલચાવી ફોસલાવીને અપહરણ કર્યું હતું અને બિહાર ખાતે લઈ જઈને બળાત્કાર પણ ગુજારયો હતો. પોલીસે જે તે સમયે બિહાર જઈને આ સગીરાને મુક્ત કરાવી હતી અને ગુનો નોંધાયો હતો તે શખ્સ નાસતો ફરતો હતો તેને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટેરી ગામના પાટીયા પાસેથી આબાદ પકડી પાડ્યો છે.
સને ૨૦૧૫ માં આરોપી પ્રદિપકુમાર લાલચંદ મહેરા બીહાર વાળો ફરીયાદીની સગીરવયની દિકરીનું અપહરણ કરી બિહાર ખાતે પોતાના વતનમાં લઇ ગયેલ હોય જેથી તુરતજ પોરબંદર પોલીસ દ્વારા બિહાર ખાતે તપાસમાં જઈ સગીરવયની દિકરીને લઇ આવેલ હતી. અને ભોગ બનનારની પુછપરછ કરતા આરોપીએ ભોગબનનાર સાથે વારંવાર શરીર સંબંધ બાંધેલ હોવાનું જણાવેલ હતું.
જેથી ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. પો.ઇન્સ આર.કે.કાંબરીયા ના માર્ગદર્શન મુજબ ઉપરોકત ગુનાના આરોપીને શોધી કાઢવા માટે પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા એ સદર કેસના કેસ કાગળીનો અભ્યાસ કરી ફળદાયક માહિતી મેળવી તે માહિત પર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રભાઇ જોષી તથા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા તથા નાથીબેન કછડીયા નાઓને ટેકનીકલ વર્ક કરી માહિતી મેળવેલ કે સદર ગુનાનો ગેઝેટ પ્રસિધ્ધ ૧૦ વર્ષથી નાસતો ફરતો આરોપી પ્રદિપકુમાર લાલચંદ મહેરા હાલ કુતિયાણાના ટેરીગામના પાટીયા પાસે આવેલ છે. જે હકીકત આધારે હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ, હિમાશુભાઇ મક્કા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા હકિકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા આરોપી પ્રદિપકુમાર લાલચંદ મહેરા ઉં.વ.૨૮ રહે.બરાહી, પોસ્ટ ઓફીસ પરડીયા, વોર્ડ નં.૧૨. બરાહી, સહરસા, મળી આવતા મજકુર આરોપીને ઉપરોકત ગુન્હાના કામે વધુ પુછપરછ અર્થે હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા માટે કુતિયાણા પો.સ્ટે. સોંપી આપવામાં આવેલ છે.