રાણાવાવ માં એક કરોડ ના ખર્ચે ૨૫૦ વાર ની વિશાળ જગ્યા માં ભવ્ય જલારામ મંદિર નું નિર્માણ થશે. જેનું ભૂમિપૂજન આજે રામનવમી ના દિવસે યોજાશે.
રાણાવાવ માં ૧૫૦ થી વધુ રઘુવંશી પરિવારો વસવાટ કરે છે. અને સૌ સાથે મળીને જલારામ જયંતિ સહિતના તહેવારો ની ધામધૂમ થી ઉજવણી કરે છે. પરંતુ શહેર માં પુ જલારામબાપા નું એક પણ મંદિર ન હોવાથી વર્ષો થી રઘુવંશી પરિવારો નું એક સ્વપ્ન હતું કે શહેર માં ભવ્ય જલારામ મંદિર નું નિર્માણ થાય. આ વર્ષો નું સ્વપ્ન હવે સાકાર થશે. શહેર ના જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા આગામી સમય માં ભવ્ય જલારામ મંદિર નું નિર્માણ કરવામાં આવશે.
આ અંગે માહિતી આપતા સંસ્થા ના અગ્રણીઓ એ જણાવ્યું હતું કે વાડી પ્લોટ વિસ્તાર માં સ્વામિનારાયણ સ્કુલ ની પાસે ૨૫૦ વાર ની વિશાળ જગ્યા માં જલારામ બાપાના ભવ્ય મંદિરનું નિર્માણ થશે. જેમાં મંદિર ઉપરાંત ઉપર અને નીચે બે વિશાળ હોલ અને રસોડા નું પણ નિર્માણ કરવામાં આવશે જેનું આજે રામનવમી એ ભૂમિ પૂજન યોજાશે સવારે 9 વાગ્યે ભૂમિ શુદ્ધિ યજ્ઞ નો પ્રારંભ થશે બપોરે ૧૨-૩૦ કલાકે બીડું હોમાશે સમગ્ર આયોજન માટે સંસ્થા ના પ્રમુખ પંકજભાઈ ખીલોચીયા, સહ ઉપ પ્રમુખ જયસુખભાઈ રાયચુરા સહીત વિવિધ હોદેદારો જહેમત ઉઠાવી રહ્યા છે. રઘુવીર સેના,લોહાણા મહાજન,જલારામ સેવા સત્સંગ મંડળ ,રઘુવંશી યુવક મંડળ,લોહાણા મહિલા મંડળ સહિતની સંસ્થાઓ દ્વારા પણ આયોજન ને શુભેચ્છા પાઠવાઈ છે. તો સમગ્ર રઘુવંશી પરિવારો ના ગૌરવરૂપ એવા મંદિર નિર્માણ કાર્ય ને લઇ ને સમસ્ત રઘુવંશી પરિવારો માં પણ ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે.