Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના દુલીપ ગ્રાઉન્ડ ખાતે સી આર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ક્રિકેટ પેવેલીયન નું ભૂમિ પૂજન યોજાશે

પોરબંદર પાલિકા હસ્તક નું દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો, ને સોપાયા બાદ તા ૨૮ ના રોજ ક્રિકેટ પેવેલીયન નું ખાતમુહુર્ત યોજાશે. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ ઉપરાંત ગૃહમંત્રી પણ ઉપસ્થિત રહેશે.

આગામી તા.૨૮ ના રોજ પોરબંદર ના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના હસ્તે ગૃહ મંત્રી હર્ષ સંઘવી ની ઉપસ્થિતિ માં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન ના સહયોગ થી નવા પેવેલીયન નું ભૂમિ પૂજન યોજાશે. જેમાં એસ સી એ ના પ્રમુખ જયદેવ શાહ, બીસીસીઆઈ ના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ પણ ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા,નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારિયા પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે પાલિકા હસ્તક નું આ મેદાન વિકાસ અને જાળવણી માટે એસ સી એ ને સોપવામાં આવ્યું છે. પેવેલીયન ના નિર્માણથી જિલ્લા ના ક્રિકેટ ને ખૂબજ વેગ મળી શકે તેવાં એંધાણ દેખાઈ રહ્યા છે.

આ અંગે પૂર્વ રણજી ક્રિકેટર રાજેશભાઈ જાડેજા એ જણાવ્યું હતુંકે બીસીસીઆઈ ના મેચ રમાડવા માટે એમની જરૂરિયાત મુજબ ના પેવેલીયન સાથે ગ્રાઉન્ડ નું આઉટફિલ્ડ અને પીચ પણ હોવા ખૂબજ જરૂરી હોય્ છે. પ્રવાસી ટીમ ને પ્રેક્ટીસ કરવા માટે ની પૂરતી સુવિધા પણ હોવી જરુરી છે, જેથી આ પેવેલીયન સાથે એ બધી સુવિધા પણ ઉભી કરવી પડશે. સાથોસાથ આ મેદાન નું ધ્યાન રાખવા માટે યોગ્ય અને જાણકાર કોઈ ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડી કે જેણે પીચ ક્યુરેટર નો કોર્સ કરવા ઉપરાંત મેદાન અને પીચ ની જાળવણી કરવા નું જ્ઞાન પણ હોવું જોઈએ. તેની નિમણુક પણ કરવી જરુરી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન એનાં હાલ ના રાજકોટ સ્થિત સ્ટેડિયમ ની જેમ જ આ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ની સંભાળ રાખવા માટે પીચ અને ગ્રાઉન્ડ આઉટ ફિલ્ડ ના નિષ્ણાંતો ની એક ટીમ પણ અહી કાયમી રાખવી જોઈએ. અને પેવેલીયન ના નિર્માણ બાદ ક્રિકેટ પ્રેમી જનતા માટે એક સુવિધાજનક પ્રેક્ષક સ્ટેડિયમ પણ બનાવવું પડશે. આવનારા આવતાં સમય મા ફરી ક્રિકેટ રમતાં યુવા ખેલાડીઓ ને રમવા માટે નું સારું મેદાન મળશે .આ બધી સુવિધા બન્યા પછી એની જળવવાની જે જવાબદારી છે એ ખૂબ મહત્ત્વ ની હોય્ છે. તેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન કેટલું ખરું ઉતરે છે તે વધુ મહત્ત્વ નું છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો ની સ્થાપના માં પોરબંદર નો ફાળો મહત્વનો
રાજેશભાઈ એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન ની સ્થાપના મા પોરબંદર નો ખુબજ મહત્વ નો ફાળો રહ્યો છે. કારણકે પોરબંદર ના જ સ્વ. શ્રી. હરિભાઈ તાજાવાલા ઘણા વર્ષો સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન ના પ્રમુખ રહ્યાં હતા. અને નિરંજન શાહ ને પણ સેક્રેટરી બનાવવાં માટે એમનોજ મુખ્ય ફાળો રહ્યો હતો. હાલ માં પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન મા પોરબંદર જિલ્લા ના ૧૫૦ થી વધુ આજીવન સભ્યો છે. અને ત્યાં ની એપેક્સ કાઉન્સિલ મા પણ ૩ સભ્યો અને હાલ ના ઉપ પ્રમુખ પણ પોરબંદર ના જ વતની છે, એટલે રાજકોટ પછી નું સૌરાષ્ટ્ર મા ક્રિકેટ નું મુખ્ય મથક પોરબંદર ને પણ ગણી શકાય છે. સૌરાષ્ટ્ર ના ક્રિકેટ મા પહેલા અને હાલ માં પણ પોરબંદર નો દબદબો રહ્યો છે. બે વખત રણજી ટ્રોફી જીતી ને ચેમ્પિયન બનાવનાર ટીમ ના કેપ્ટન જયદેવ ઉનડકટ અને કોચ નીરજ ઓડેદરા પણ પોરબંદર ના જ વતની છે.

૭૫ વર્ષ બાદ ફરી ઈતિહાસ રચાશે
પેવેલીયન ના ખાતમુહુર્ત સાથે ફરી એક ઇતિહાસ રચવવા જઈ રહ્યો છે. આજ થી ૭૫ વર્ષ પહેલા એ સમય ના મહારાણા . નટવરસિંહજીએ આ ક્રિકેટ મેદાન અને દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ ની ભેટ પોરબંદર ને ૭ જૂન ૧૯૪૭ ના રોજ આપી હતી. અને હવે જે જમીન પર નવા પેવેલીયન નું ખાત મુહુર્ત થવાનું છે ત્યાં જ મહારાણા એ ” હોપ સ્ટેડિયમ” નું પણ ખાત મુહૂર્ત કર્યુ હતું.

પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા પાસેથી દિલીપ ક્રિકેટ મેદાન 30 વર્ષ માટે સુવિધાઓ વધારવા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા એમ.ઓ.યુ. કરીને હસ્તગત કરવામાં આવેલ છે. અને તે અંતર્ગત પ્રથમ તબક્કે પાંચ કરોડના ખર્ચના વિકાસની કામગીરી હાથ ધરાશે. જેમાં ખેલાડીઓને આધુનિક જમાના પ્રમાણે ની તમામ સુવિધાઓ માટેના બે અલગ અલગ બ્લોક એસી રૂમ તથા તેની ઉપર થર્ડ અમ્પાયરનો રૂમ અને નીચે એડમિનિસ્ટ્રેટિવની ઓફિસ અને ઓર્થોપેડિક ડોક્ટર તથા ફિઝિયોથેરાપીસ્ટ વગેરે હાજર રહી શકે તેવી તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પોરબંદરનું દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન મારફત સંચાલિત છે તે ગ્રાઉન્ડના વધુ વિકાસ માટે કઈ કઈ જરૂરિયાત છે ?તે બાબતનું સ્થળ નિરીક્ષણ કરવા માટે અગાઉ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોના પ્રમુખ જયદેવભાઈ શાહ અને પૂર્વ પ્રમુખ નિરંજનભાઇ શાહ તથા સેક્રેટરી હિમાંશુભાઈ શાહ અને સભ્ય ભુપતભાઈ તલાટીયા એ ગ્રાઉન્ડ રૂબરૂ મુલાકાત લીધી હતી અને સુવિધા વધારવા માટે ચર્ચા થઈ હતી જેમાં નવી ટરફ વિકેટ સ્ટોર રૂમ વોટરરીંગ માટે આધુનિક ફુવારા મેચ દરમિયાન લંચ માટેના વિભાગનું રિનોવેશન સીસીટીવી કેમેરા જેવી સુવિધા વધારવા માટેની ચર્ચાઓ થઈ હતી.

પોરબંદરના ઐતિહાસિક દુલીપ ક્રિકેટ મેદાનને વિકસાવવા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોએ રણજી કક્ષાની મેચો પણ આ મેદાનમાં રમાડવા માટેની કમર કસી છે. પોરબંદર નગરપાલિકા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો વચ્ચે ગ્રાઉન્ડ માટે લાંબા ગાળાનું લીઝ એગ્રીમેન્ટ થયું છે 30 વર્ષ માટેનું એગ્રીમેન્ટ થયું છે. જેનાથી પોરબંદર જિલ્લાના યુવા ક્રિકેટરો તેમજ સૌરાષ્ટ્રના ઉગતા ક્રિકેટરોને ખૂબ જ આધુનિક સુવિધાઓ ક્રિકેટ રમત માટે ઉપલબ્ધ થશે. તથા સૌરાષ્ટ્ર ક્રિકેટએસો દ્વારા મેદાનમાં કરોડો રૂપિયાના ખર્ચે અતિ આધુનિક સુવિધાઓ વધારવામાં આવશે જેના કારણે આવનારા સમયમાં આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બીસીસીઆઈ આયોજિત અનેક ક્રિકેટ ટુર્નામેન્ટો તેમજ રણજી કક્ષાની મેચનો લાભ પણ પોરબંદર જિલ્લાને મળશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે