Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં મહેર શિરોમણી માલદેવબાપુની ૫૭ મી પુણ્યતિથિ નિમીત્તે ભાવાંજલી કાર્યક્રમ યોજાયો

મહેર સમાજના સંત શિરોમણી પૂજ્ય માલદેવ રાણા કેશવાલાની ૫૭મી પુણ્યતિથિ નિમિતે તા૦૧/૦૧/૨૦૨૩ ના રોજ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

મહેર સમાજમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની પુણ્યતિથિને શિક્ષણ દિવસ તરીકે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજિત તથા શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ અને ચેરીટેબલ ટ્રસ્‍ટ – ઝુંડાળા તથા શ્રી મહેર શક્તિ સેના ના સૌજન્યથી પોરબંદર-આંત્રોલી ખાતે મહારેલી પુષ્પાંજલે સાથે સન્‍માન સમારોહ તથા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું તા.૦૧/૦૧/૨૦૨૩ના રોજ પૂજ્ય માલદેવ રાણા કેશવાલા ની પુણ્યતિથિ નિમિતે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલની યુવા પાંખ દ્વારા પોરબંદર નગર માં આવેલ વિવિધ રાજકીય આગેવાનો ની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરવામાં આવેલ હતા ત્યાર બાદ બપોરે પૂજ્ય માલદેવ બાપુના પૌત્ર રણજીતભાઈ કેશવાલા તથા પૌત્રી શ્રીમતી શાંતાબેન ઓડેદરા દ્વારા ઝુંડાળા મહેર સમાજ ખાતે પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમા સમક્ષ દીપ પ્રગટ્ય કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી.

અને ત્યાર બાદ ઝુંડાળા મહેર સમાજથી પોરબંદર હરીશ ટોકીજ હનુમાન ગુફા ચાર રસ્તા ખાતે આવેલ પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમા સુધી રેલીનું આયોજન કરી પૂજ્ય માલદેવ બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવેલ હતા. ત્યાર બાદ પોરબંદર ખાતે થીજ ઘેડ વિસ્તારના આંત્રોલી ગામ સુધી મોટરસાયકલ તથા મોટરકાર દ્વારા મહા
રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. આ મહારેલી પોરબંદર ના પ્રમુખ રાજ માર્ગો પર થી થઇ ઘેડ વિસ્તારના આંત્રોલી ગામ સુધી જતા ઠેર ઠેર લોકો દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવેલ હતું. જયારે રેલી માંગરોળ તાલુકાના આંત્રોલી ગામે પહોચતા આંત્રોલી, મેખડી તેમજ આસપાસના ગામોના મહેર જ્ઞાતિના યુવાનો દ્વારા સામૈયા દ્વારા આ મહારેલીનું સ્વાગત કરવામાં આવેલ હતું.

પૂજ્ય માલદેવ બાપુની ૫૭મી પુણ્યતિથિ નિમિતે આંત્રોલી ખાતે યોજાયેલા ભાવાંજલિ કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ, જ્ઞાતિના સામાજિક અગ્રણી અને તન મન ધન થી પોરબંદર વિસ્તારના વિકાસ માટે અવિરત સેવા આપી રહેલા મુરબ્બી ભરતભાઈ માલદેવજીભાઈ ઓડેદરાને તેમની સમાજ સેવાને ધ્યાનમાં રાખી સમસ્ત મહેર સમાજ વતી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા લાઈફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ તેમજ રક્ત તુલા નું આયોજન કરવામાં આવેલ હતું સાથો સાથ તાજેતરમાં પૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં રાજકીય પાર્ટીમાંથી ઉભેલા મહેર જ્ઞાતિના પ્રતિનિધિઓનું સન્‍માન તથા વિવિધ ક્ષેત્રે યશસ્વી સિદ્ધી પ્રાપ્ત કરેલ મહેર જ્ઞાતિના ભાઈ બહેનોનું પણ સન્‍માન કરવાનું આયોજન કરવામાં આવેલ હતું.આંત્રોલી ખાતે આ ભાવાંજલિના કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત જ્ઞાતિ અગ્રણીઓ અને સંસ્થાના
હોદેદારો દ્વારા દીપ પ્રગટ્ય કરવામાં આવેલ તેમજ ઉપસ્થિત મહાનુભાવો તેમજ આગેવાનોનું શબ્દો થી સ્વાગત સંસ્થાના ઉપપ્રમુખ અરજનભાઈ બાપોદરા તેમજ પુષ્પગુચ્ચ્થી સ્વાગત કરવામાં આવેલ.

કાર્યક્રમના આગળના દૌરમાં ભરતભાઈ માલદેવજીભાઈ ઓદેદરાને તેમની અનેકવિધ સેવાના ભાગરૂપે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના સ્થાપક પ્રમુખ વિરમભાઇ ગોઢાણીયા, પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા તથા સંસ્થાના દરેક ઉપપ્રમુખ દ્વારા લાઈફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ આપી સન્‍માનિત કરેલા હતા સાથો સાથ માનવ જીવનમાં ખુબજ મહત્વનું તત્વ ગણાતા રક્તનું પણ અનુદાન પ્રાપ્ત કરી ભરતભાઈ ઓડેદરાની રક્તતુલા કરી એકત્ર થયેલ રક્તને અમદાવાદ સરકારી હોસ્પિટલ ખાતે દાન કરવામાં આવેલ હતું.

તાજેતરમાં પૂર્ણ થયેલ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પોરબંદર વિધાનસભામાંથી વિજેતા થઇ ગાંધીનગર વિધાનસભામાં જ્ઞાતિ અને વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયાને સન્‍માનિત કરવામાં આવેલ હતા. સાથોસાથ મહેર જ્ઞાતિના ભાઈઓ-બહેનો એ વિવિધ ક્ષેત્રોમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિના ભાગ રૂપે જ્ઞાતિના આગેવાનો અને વડીલો દ્વારા સન્માનિત કરવામાં આવેલ હતા. આ ભાવાંજલિ કાર્યક્રમમાં પોરબંદર વિધાનસભાના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના વકતવ્યમાં સૌ પ્રથમ સમસ્ત મહેર સમાજ વતિ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થા દ્વારા કરવામાં આવેલ સન્માનનો સ્વીકાર કરી આપ સૌનો આભાર માનું છું વધુમાં તેઓએ જણાવેલ કે પૂજ્ય માલદેવ બાપુએ સમાજમાં શિક્ષણનો પ્રસાર થઇ તે માટે ખુબજ કાર્યો કર્યા છે અને સમાજમાં જ્ઞાન અને
જ્ઞાન થાકી સમૃદ્ધિ આવે તે ખુબજ આવશ્યક છે સાથો સાથ સમાજના સર્વાગી વિકાસ અને જરૂરિયાતમંદ લોકોને સમયસર અને યોગ્ય મદદ મળી શકે તે ખુબજ આવશ્યક છે.

વર્ષોથી સમાજ અને વિસ્તારમાં મુકસેવક તરીકે કાર્ય કરતા સૌના આદરણીય અને મુરબ્બી ભરતભાઈ માલદેવજીભાઈ ઓડેદરાને સંસ્થા દ્વારા તેમની રકતતુલા સાથે લાઈફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્‍માનિત કર્યાએ ખરેખર આવકાર્ય બાબત છે. તેમજ રક્ત તુલા માટે એકત્ર કરેલ રક્તના દાતાઓ ને અભિનંદન પાઠવું છું તેમજ સંસ્થા દ્વારા વિવિધ ક્ષેત્રે પ્રાપ્ત કરેલ જ્ઞાતિ રત્નોનું સન્માન કરવામાં આવેલ તે સરાહનીય છે જે અન્ય માટે એક પ્રેરણા રૂપ બનશે. આ તકે આ ભાવાંજલિ કાર્યક્રમના આયોજક સંસ્થા તેમજ આંત્રોલી તથા મેખડી ગામ તથા આસપાસ ગામના કાર્યકર્તા ભાઈઓને પણ સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવી હતા પૂજ્ય માલદેવ બાપુના ચરણોમાં વંદન સાથે પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું

સંસ્થા દ્વારા આપવામાં આવેલ લાઈફટાઇમ એચીવમેન્ટ એવોર્ડનો સ્વીકાર કરી રક્તદાન કરનાર દાતાઓનો આભાર વ્યક્ત કરી પૂર્વ સાંસદ, અનેક સંસ્થામાં હોદ્દેદાર તરીકે સેવા કરનાર મુરબ્બી ભરતભાઈ ઓડેદરાએ પોતાના શરૂઆતના વક્તવ્યમાં પોતાના જીવનના પથદર્શક પૂજ્ય માલદેવબાપુ, મહંત સાહેબ, પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા તથા માલદેવજીભાઈ ઓડેદરાના ચરણોમાં વંદન કરી પોતાના વક્તવ્યમાં જણાવેલ કે ૧૯૫૨માં જ્ઞાતિના શ્રેષ્ઠી એવા ડો પરબતજીભાઈ ઓડેદરા અને મારા બાપુજી માલદેવજીભાઈ ઓડેદરા દ્વારા રૂ. ૧૦૦૦ લેખે ફાળો આપી ઝુંડાળા વિધ્યાર્થી ભાવનની સ્થાપના માટે ફાળો એકત્ર કરવાની શરૂઆત કરી હતી.

પૂજ્ય માલદેવબાપુએ જ્ઞાતિના સર્વાગી વિકાસ માટે શિક્ષણ ખુબજ મહત્વ આપી વિસ્તારના અને જ્ઞાતિના લોકોને જાગૃત કર્યા હતા પૂજ્ય બાપુએ પ્રગટાવેલ શિક્ષણની જ્યોતને આપણે સૌ સાથે મળી કાયમી ધોરણે પ્રજવલિત રાખવાની જવાબદારી અદા કરવાની છે. સમાજમાં શિક્ષણનું ખુબજ મહત્વ છે અને જ્ઞાતિના જરૂરિયાતમંદ વિદ્યાર્થી સમયસર અને યોગ્ય સહાય મળી રહે એ ખાસ આવશ્યક છે.

આજ રોજ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલ મારું સન્‍માન ફક્ત મારું નહિ પણ મારી સાથે સમાજ સેવાના કાર્યોમાં ખભેથી ખંભો મીલાવીને કાર્ય કરતા સૌ સાથે કાર્યકર્તાના ફાળે જાય છે. અને આ તકે હું તેમનો પણ આભારી છું. તેઓએ વધુમાં જણાવેલ કે સમાજના સર્વાગી વિકાસ માટે
વ્યક્તિના જીવનમાં વિચાર, વાણી,વર્તન અને વિવેક એમ આ ચાર બાબત ખુબજ આવશ્યક છે. અને આ ચાર બાબત જીવનમાં ઉતારી સમાજ સેવાનું કાર્ય કરતુ રહેવું જોયે અંતે સૌ નો આભાર માન્યો હતો.

કાર્યક્રમના અંત ભાગે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ ના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા દ્વારા માં લીરબાઇ આઈ અને પૂજ્ય માલદેવ બાપુના ચરણોમાં વંદન કરી પોતાના વક્તવ્યની શરૂઆતમાં જણાવેલું કે પૂજ્ય માલદેવ બાપુની ૫૭મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા ભાવાંજલે કાર્યક્રમ માં રકતદાન કેમ્પ જોડાયેલા દાતાઓ તેમજ મહારેલીમાં જોડાયેલા જ્ઞાતિજનો તથા સમગ્ર કાર્યક્રમમાં વ્યવસ્થા પૂરી પાડનાર કાર્યકર્તા ભાઈઓનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેઓએ જણાવેલું કે આદર્શ સમાજની રચનામાં લોકોના જીવનમાં ધાર્મિકતા હોવી ખૂબ જ આવશ્યક છે. ધાર્મિકતા જ લોકોમાં આચાર-વિચારોમાં પરિવર્તન લાવી આદર્શ સમાજનું નિર્માણ કરી શકાય છે સાથોસાથ ધાર્મિકતા અંધશ્રદ્ધાથી પર અને સમાજ ને વ્યસનરૂપ દારુણોથી દૂર રાખે છે.

પૂજ્ય માલદે બાપુએ સમાજના સુધારણા માટે શિક્ષણનું મહત્વ સમજાવી આજીવન શિક્ષણના ક્ષેત્રે ખૂબ જ કાર્ય કરેલું હતું આ પ્રવાહને આગળ લઈ જઈ સમાજના સારા
વિચારો પ્રવાહી થાય તેવી શુભ ભાવનાથી લોકોને ધાર્મિકતાનું મહત્વ પણ સમજવું આવશ્યક છે ધાર્મિકતા ની ભાવના પણ સૌના અંતરઆત્મામાં વહે છે અને આ ભાવના લોકોને એકબીજાથી નજીક લાવી સંગઠિત સમાજની રચના કરે છે તો આજે પૂજ્ય બાપુની પુણ્યતિથિ નિમિત્તે આપણે સૌ એક થઈ, સંગઠિત થઈ
આદર્શ સમાજની રચના કરી સમાજનો સર્વાંગી વિકાસ કરીએ.સમસ્ત મહેર સમાજવતી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા જ્ઞાતિના મુખ સેવક મુરબ્બી
ભરતભાઈ માલદેવજીભાઈ ઓડેદરાનું આજરોજ પૂજ્ય બાપુની પુણ્યતિથિ નિમિત્તે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ તથા રક્તતુલા કરી સન્‍માન કરવામાં આવેલું આ સન્માનનો મુખ્ય ઉદ્દેશ ફક્ત અને ફક્ત સમાજની અંદરમાં રહેલા મૂક સેવકોને સમાજ સમક્ષ લાવી અને એમના કાર્યને બિરદાવી સમાજ માં એક પ્રેરણા પૂરી પાડવાનું છે. ભવિષ્યમાં પણ સંસ્થા દ્વારા સમાજના મૂક સેવકોને સમાજ સમક્ષ લાવી લોકોને તેના કાર્યોમાંથી પ્રેરણા મળે તેના ભાગરૂપે તેઓનું સન્‍માન કરવાનું આયોજન કરવામાં આવશે.

આ તકે ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ મુરબ્બી ભરતભાઈના સારા સ્વાસ્થ્ય ની કામના સાથે આ આજીવન સમાજના સેવક તરીકે કાર્ય કરતા રહી સમાજના વિકાસમાં તેમનું યોગદાન આપે એવી માં લીરબાઇ આઈ અને ભગવાનને પ્રાર્થના. ફરી એક વખત સૌનો આભાર માની પોતાનું વક્તવ્ય પૂર્ણ કરેલ ત્યાર બાદ પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને લોકસાહિત્યકાર શ્રી ભીખુદાનભાઈ ગઢવી તેમજ યુવા કલાકાર જયદેવભાઈ ગોસાઈ ભવ્ય લોકડાયરો પ્રસ્‍તુત કરવામાં આવ્યો હતો.

આ ભાવાંજલે કાર્યક્રમમાં સંસ્થાના આમંત્રણને મન આપી પૂજ્ય માલદેવ બાપુના પરિવારમાંથી રણજીતભાઈ કેશવાલા તથા શાંતાબેન ઓડેદરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે કોઠડી ખાતે આવેલમાં લીરબાઇ આઈ મંદિરના મહંત પોપટભાઈ મુળિયાસિયા, રાણાવાવ ખાતે આવેલ નિર્વાણધામ આશ્રમના સ્વામીજી પરમાત્માંનંદ ગીરીજી, સંસ્થાના સ્થાપક પ્રમુખ વિરમભાઇ ગોઢાણીયા, માલદેવ રાણા કેશવાલા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ ના પ્રમુખ ભરતભાઈ માલદેવજીભાઈ ઓડેદરા, ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા, તેમજ સંસ્થાના ઉપપ્રમુખો બચુભાઈ આંત્રોલીયા, લાખાભાઈ કેશવાલા, આલાભાઇ ઓડેદરા, અરજનભાઈ બાપોદરા, નવઘણભાઈ બી. મોઢવાડિયા, નવઘણભાઈ એલ.મોઢવાડિયા, સાજણભાઈ ઓડેદરા, કારાભાઈ કેશવાલા તથા સંસ્થાના ટ્રસ્ટીઓ રાયદેભાઈ મોઢવાડિયા, જયેન્દ્રભાઈ ખુંટી, ભીમભાઈ ઓડેદરા, પરબતભાઈ ઓડેદરા, મુળુભાઈ ઓડેદરા, અરજનભાઈ ખીસ્તરીયા તેમજ સહયોગી સંસ્થા માલદેવ રાણા એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા શ્રી મહેર શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ ઓડેદરા પ્રવક્તા રાણાભાઇ ઓડેદરા સહિતના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર મહેર સીટી કાઉન્સિલના પ્રમુખ ખીમાભાઈ ગોરાણીયા તથા કાર્યકરો, રાજકોટ સીટી કાઉન્સીલના પ્રમુખ નાગેશભાઇ ઓડેદરા તથા કાર્યકરો, જુનાગઢ
સીટી કાઉન્સિલ ના પ્રમુખ રાજુભાઈ રાતિયા તથા કાર્યકરો, જુનાગઢ મહેર સમાજના પ્રમુખ પુંજાભાઈ સુત્રેજા રાજકોટ સમસ્ત મહેર સમાજના ઉપપ્રમુખ વિન્ઝાભાઈ ઓડેદરા તેમજ જ્ઞાતિ અગ્રણીઓ હિરલબા જાડેજા, લેસ્ટરના કાઉન્સીલર સંજયભાઈ મોઢવાડિયા, રાણાભાઇ શીડા, મનુભાઈ ખુંટી, સામતભાઈ સુંડાવદરા, પુંજાભાઈ મોઢવાડિયા, પારસભાઈ ઓડેદરા કે.એમ.ગરેજા, કેશોદ મહેર સમાજના પ્રમુખ વિરમભાઇ ઓડેદરા, ઘેડ વિકાસ સમિતિના પ્રમુખ લીલાભાઈ પરમાર, કેશુભાઈ ઓડેદરા, સામતભાઈઓડેદરા સહિતના દેશ-વિદેશ તથા સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહી પૂજ્ય માલદેવ બાપુના સદકાર્યો ને યાદ કરી ભવિષ્યમાં પણ તેમને કંડારેલી કેડીએ ચાલી જ્ઞાતિના સર્વાંગી વિકાસના કાર્યો કરતા રહેશું તેવી નેમ સાથે ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત લોકોમાટે સમૂહભોજન ની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી અંતે નવઘણભાઈ ભુરાભાઈ મોઢવાડિયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમજ સ્ટેજ સંચાલનના માર્ગદર્શક તરીકે બચુભાઈ આત્રોલીયા ત્યાં આલાભાઈ ઓડેદરા કામગીરી બજાવી હતી તથા સુંદર સ્ટેજ સંચાલન પોપટભાઈ ખુંટી તથા કૃણાલભાઈ ઓડેદરાએ કરેલ હતું.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે