માધવપુર મેળામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલનું આયોજન થનાર છે. માધવપુરના મેળામાં રળિયામણા બીચ ઉપર રમતોની રંગત જામશે. પોરબંદરના માધવપુર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાના મેળાનું આયોજન થનાર છે. માધવપુરના મેળામાં તારીખ ૧૮ એપ્રિલ થી ૨૦ એપ્રિલ ૨૦૨૪ ના રળિયામણા બીચ પર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલમાં ગુજરાત અને ઉત્તર પૂર્વ રાજ્યોના ખેલાડીઓ વચ્ચે બીચ રમતોની જંગ જામશે. આ બીચ સ્પોર્ટ્સમાં ઉત્તર-પૂર્વના રાજ્યોના ખેલાડીઓ માટે જુડો અને ટેક્વેન્ડો રમતોની સ્પર્ધાઓ કરવામાં આવશે. જયારે બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ. ૭-અ સાઈટ ફૂટબોલ, બીચ કબડ્ડી, બીચ દોડ, રસ્સાખેંચ જેવી રમતોની ડેમો સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
