પોરબંદર ના માર્કેટિંગ યાર્ડ ખાતે બરડા ની કેસર કેરી ની આવક વધી છે .જેના કારણે ભાવ માં સામાન્ય ઘટાડો જોવા મળે છે.
પોરબંદર માં કેસર કેરી ની સીઝન શરુ થયાને ઘણા દિવસ થયા છે ત્યારે હવે આવકે વેગ પકડ્યો છે અને ધીરે ધીરે બરડા ની કેસર કેરી ની આવક માં વધારો થઇ રહ્યો છે .બરડાની કેસર કેરીની આવક વધી છે જેને કારણે ભાવમાં પણ ઘટાડો થયો છે. જેને કારણે સામાન્ય લોકો પણ કેરીનો સ્વાદ માણી શકશે.પોરબંદરમાં યાર્ડમાં આમ તો છેલ્લા એક માસથી કેરીની આવક જોવા મળી રહી છે. તેમા બરડાની કેસર કેરીનું વ્હેલુ આગમન થયું હતું. તેમજ રત્નાગીરી, હાફુસ કેરીની આવક જોવા મળતી હતી. હવે ગીરની કેસર કેરીની આવક પણ જોવા મળે છે. જો કે કેસર ની સરખામણી એ રત્નાગીરી હાફૂસ ના ભાવ ઓછા જોવા મળતા હતા યાર્ડમાં બુધવારે બરડા પંથકની કેસર કેરીના 4000 બોક્સની આવક જોવા મળી હતી. જેનો ભાવ રૂ.900થી 1500 સુધીનો જોવા મળ્યો હતો.
જ્યારે ગીરની કેસર કેરીના 1500 બોકસની આવક જોવા મળી હતી. અને ભાવ રૂ.600થી 1200 જેવો જોવા મળ્યો હતો. કેસર કેરીની આવકમાં વધારો થતાં ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બરડા પંથકની કેસર કેરીનો બોકસનો ભાવ રૂ.1000થી 1800 સુધીનો હતો. તેમા રૂ.500નો ઘટાડો થયો છે. આ કેસર કેરની આવક વધતા ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી સામાન્ય માણસો પણ કેરીનો સ્વાદ માણી શકશે.હજુ પણ જેમ આવક વધશે તેમ કેરી ના ભાવ માં ઘટાડો થાય તેવી આશા લોકો રાખી રહ્યા છે.ફળો નો રાજા ગણાતી કેરી આગામી સમય માં લોકો મન મૂકી ને ખાઈ શકશે તેવું જણાઈ રહ્યું છે.
