Saturday, October 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

બગવદર પી.જી.વી.સી.એલ. સબ ડિવિઝન કચેરીમાં જુનીયર ઇજનેર સહિતનાઓ ઉપર હુમલો

બગવદર પી.જી.વી.સી.એલ. સબ ડિવિઝન કચેરીમાં જુનીયર ઇજનેર અને સીકયુરીટી ગાર્ડ સહિતના કર્મચારીઓ ઉપર બે શખ્શોએ હુમલો કરી ફરજમાં રૂકાવટ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદર ની અયોધ્યા નગરીમાં રહેતા મૂળ રાતીયા ગામના અને બગવદર ગામે પી.જી.વી.સી.એલ.ની સબ ડિવીઝન કચેરીમાં જુનીયર ઇજનેર તરીકે ફરજ બજાવતા રવિ સાંગણભાઈ મોકરીયા(ઉવ ૨૯)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તા. ૧૬ના સાંજે પોણા છ વાગ્યે તેઓ તથા પી.જી.વી.સી.એલ.ના અન્ય કર્મચારીઓ ઓફિસવર્ક કરતા હતા ત્યારે ફોલ્ટ ઓફિસમાં દેકારો થતો હોવાથી બહાર નીકળીને જોયુ તો વાછોડા અને ખીસ્ત્રી ગામના ૨૦ થી ૨૫ માણસોનુ ટોળુ વાછોડા ફીડર ચાલુ કરવા માટે રજૂઆત કરતા હતા જે પૈકી ખીસ્ત્રી ગામે રહેતા ભરત ભીમા ખીસ્તરીયા અને અરસી હરદાસ અવારનવાર વીજસમસ્યા અંગે રજૂઆત કરવા આવતા હોવાથી તેને રવિ ઓળખતા હતા અને તે બન્ને રવિને ઘેરી વળ્યા હતા.

અને ઉગ્ર થઇને કોલર પકડી ઝાપટો અને ઢીકા તથા મુક્કા મારવા લાગ્યા હતા આથી સીકયુરીટી ગાર્ડ પોપટભાઈ ગોગન ઓડેદરા બચાવવા માટે વચ્ચે પડતા તેની સાથે પણ બન્ને શખ્સો એ ઝપાઝપી કરી હતી. કચેરીમાં બબાલ અને મારામારી થતા હોવાથી જુનીયર આસીસ્ટન્ટ રાંભીબેન મોઢવાડીયા તેના મોબાઈલમાંથી વીડિયો શુટીંગ કરતા હતા. જે ભરત જોઈ જતા તેણે મોબાઇલ છીનવી અને વીડિયો ડીલીટ કરી નાખ્યો હતો.લાઇન ઇન્સપેકટર જેઠાભાઈ માલદેભાઈ મોઢવાડીયા કચેરીના કમ્પાઉન્ડમાં ઉભા હતા તેની સાથે પણ આ બંને શખ્સો એ ગેરવર્તન કર્યુ હતુ. આથી રવિ પોલીસને ફોન કરતા ભરતે ‘જો તુ પોલીસ ફરિયાદ કરીશ તો તારે અમારા જ વિસ્તારમાં નોકરી કરવાની છે અમે તારા હાથપગ ભાંગી નાખશુ અને પતાવી દેશુ’ તેવી ધમકી આપી હતી. તેની સાથે આવેલા ટોળાએ બંનેને માથાકૂટ નહી કરવા અને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બંને શખ્શો કોઈની વાત સાંભળવા તૈયાર ન હતા. એપ્રેન્ટસ શૈલેષભાઇ કાણેતે રવિને જણાવ્યુ હતુ કે અરસી હરદાસે શૈલેષને પણ થપ્પડ મારીને માથાકૂટ કરી હતી અને હેલ્મેટના પણ છુટા ઘા કર્યા હતા. આથી રવિએ ઉપરી અધિકારીને બનાવની જાણ કરી બન્ને શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે