Wednesday, March 12, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં ચક્ષુદાન અંગે આવી જાગૃતિ:માત્ર ૧૪ મહિનામાં લેવાયા ૧૦૦ ચક્ષુદાન:૫ દેહદાન અને ૧ સ્કીનદાન પણ ‘સર્જન’ પરિવારને મળ્યુ

પોરબંદરમાં ચક્ષુદાનની પ્રવૃત્તિ વેગવંતી બની છે અને છેલ્લા ૧૪ મહિનામાં જ ૧૦૦ જેટલા સદગતના ચક્ષુદાન લેવામાં આવ્યા છે તેથી આ મુદ્દે આવેલ લોકજાગૃતિને બિરદાવાઈ છે અને સ્કીનદાન તથા દેહદાન માટે પણ અપીલ થઇ છે.

અમદાવાદના સી.એસ. સામરીયા રેડક્રોસ ઇન્ટરનેશનલ ચક્ષુબેન્કના ચેરમેન અને ૧૯૬૫ની સાલથી ચક્ષુદાનના પ્રણેતા ગૌતમભાઈ મઝમુદારના માર્ગદર્શન નીચે પોરબંદરમાં ‘સર્જન’ યુનિટને ચક્ષુદાનની કામગીરી સોંપવામાં આવ્યા બાદ ૧૪ મહિનાના ટૂંકાગાળામાં ‘સર્જન’ પરિવારને ૧૦૦ લોકોના ચક્ષુદાન, પાંચ વ્યક્તિના દેહદાન અને એક સ્કીનદાન મળ્યુ છે તેમ જણાવીને ‘સર્જન’ યુનિટના ડો. નીતિન પોપટે વધુમાં જણાવ્યુ હતુ કે આ કાર્યમાં ઘણા બધા લોકોનો સાથ સહકાર મળેલ છે અને એ માટે અમ આપનો દિલથી આભાર માનીએ છીએ. કોઈનું દુઃખ દૂર કરવામાં આપણે નિમિત્ત બનીએ તો આપણા હૃદયને વર્ણવી ન શકીએ એટલો આનંદ થતો હોય છે પોરબંદરમાં બધાને જ ‘સર્જન’ પરિવાર વતી ડો. નીતિન પોપટ અને આનંદભાઈ રાજાણીની વિનંતિ છે કે આપણે બધા આ કાર્યમાં જોડાઇએ અને અંધાપો દૂર કરીએ, દાઝેલાની જિંદગી બચાવીએ અને દેહદાન થકી ભવિષ્યના ડોકટરોને મદદરૂપ બનીએ. સ્વજનના મૃત્યુ બાદ આપી શકાતા આવા દાનથી બીજાની જિંદગી ફરી જીવવાલાયક બનાવીએ એનાથી વધુ પુણ્યનું કાર્ય બીજુ કયુ હોઇ શકે?

જાન્યુઆરી-૨૪થી શરૂ કરેલા આ બધા દાનના કાર્યમાં આજ સુધીમાં સમાજના ઘણા બધા લોકોનો એક કે બીજી રીતે સહયોગ મળતો ગયો, કડીઓ જોડાતી ગઈ, પોરબંદરના સકારાત્મક મીડિયાનો જિલ્લામાં ઘરે-ઘરે પહોંચવામાં સહકાર મળતો ગયો. આ પુણ્યના કાર્યનો પ્રચાર પ્રસાર વધારવા માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટે ૧૫૦૦ કેલેન્ડરમાં ચક્ષુદાનની વિગત છપાવવાની પહેલ, રામકૃપા, મહાસાગર અને ઇગલ ટ્રાવેલ્સનો હસતા મોઢે ફ્રીમાં થર્મોસ લઇ જવાની મદદ મળતા અમારુ કાર્ય સરળ બનતુ ગયુ. આવા ઘણીબધી રીતે એક કે બીજી રીતે મળતી સહાયથી અમે ૧૦૦ સ્વર્ગવાસ પામેલા વ્યક્તિઓના ચક્ષુદાન, પાંચ દેહદાન અને ૧ સ્કીનદાન મેળવવામાં નિમિત્ત બન્યા છીએ. જે માટે અમે પોરબંદરના બધા કે જેઓ એક કે બીજી રીતે મદદરૂપ બન્યા છે એમનો આભાર માની, દાતા પરિવારોને વંદન કરીએ છીએ. વધુને વધુ લોકોને અમારી સાથે જોડાવા અપીલ કરીએ છીએ.

કોઇપણનું મૃત્યુ થાય ત્યારે બધાને પહેલો વિચાર આવા દાન આપવાનો આવે એવી જાગૃતિ ધીમે -ધીમે આવતી જાય છે. એ માટે ફરી વખત બધાનો અભાર ‘સર્જન’ સંસ્થાનો આશય એવો છે કે જે ઉમદા ભાવનાથી પરિવાર પોતાના સ્વર્ગવાસી થયેલ સ્વજનનું ચક્ષુદાન આપે છે એનો ૧૦૦% ઉપયોગ થાય, જેમ કે અંધને દ્રષ્ટિ મળે, સંશોધનમાં ઉપયોગ થાય વગેરે ૧૦૦% આંખોનો યોગ્ય ઉપયોગ થાય તો જ ચક્ષુદાતા પરિવારને અને ચક્ષુદાન સ્વીકારનાર સંસ્થાને સમાજનું કંઇક સારુ કર્યાનો દિલથી સંતોષ થાય. આ કાર્ય માટે ‘સર્જન’ પરિવારની ટીમ ૨૪ કલાક અને ૩૬૫ દિવસ કાર્યરત છે.

કોઇ અંધને પડતી તકલીફનો આપણને અંદાજ ન જ હોઈ શકે. દરેક ધર્મ મનુષ્યના મૃત્યુ પછીની ગતિ વિષે વાત કરે છે. આ બાબતે કોઈ કોઈ માણસોમાં એવી ગેરસમજ પ્રર્વતે છે કે અંતિમ સંસ્કાર વેળાએ શરીરમાં એકપણ અંગ ઓછુ ન હોવુ જોઇએ. આવી માન્યતા ચક્ષુદાન, સ્કીનદાન કરતા અટકાવે છે. સામેપક્ષે દરેક ધર્મમાં દાન અને કરુણાનો મહિમા છે જ. સ્વજનના મૃત્યુ બાદ અપાતા ચક્ષુદાનથી બે પ્રજ્ઞાચક્ષુના જીવનમાં ઉજાસ પથરાય છે અને આ કાર્ય માટે આપણે એક સંકલ્પથી વધારે કશું જ કરવાનું હોતુ નથી. ચક્ષુદાન આપણી ગેરહાજરીમાં પણ કોઇકના શરીરના માધ્યમથી આ જગતનું સૌન્દર્ય જોઈ શકાય છે. ચક્ષુદાન, સ્કીનદાન અને દેહદાન સ્વજનના મૃત્યુ પછી થઇ શકતું વિરાટ સેવાકાર્ય છે. આપણે બધા આજે જ સંકલ્પ કરીએ કે આપણી જાણમાં કોઈનું મૃત્યુ થાય તો આવા ઉમદા કાર્યમાં સહકાર આપીશું.

દરેક ઘર્મનો સાર એ છે કે મૃત્યુ પછી આત્મા જ આ પૃથ્વીના સર્જનહારને મળે છે. દરેક ધર્મ કહે છે કે કર્મ કરીએ એવા ફળ મળે, આત્મા અમર છે અને આ શરીર ક્ષણભંગુર છે. નાશવંત શરીર તો
કે કર્મ કરીએ એવા ફળ મળે, આત્મા અમર છે અને આ શરીર ક્ષણભંગુર છે. નાશવંત શરીર તો પોતપોતાની પરંપરા મુજબ અગ્નિ-સંસ્કાર, દફનવિધિ કે સમાધિ વગેરે કર્યા બાદ છેવટે પંચ મહાભૂતમાં વિલીન થઇ જાય છે. કોઈ અંધશ્રધ્ધાના કારણે શરીરનો સંપૂર્ણ નાશ કરવાના બદલે, એ અંધશ્રધ્ધામાંથી બહાર આવી, અંધને ચક્ષુદાન આપી તેના અંધત્વને દૂર કરવા જેવું મોટું પુણ્યનું કાર્ય બીજું એકપણ ન હોઇ શકે. વિદાય લેતા આપણાં સ્વજનનો આત્મા પણ એનાથી વધુ શાંતિ પામે. સ્વજનના મૃત્યુ પછી ચક્ષુદાન, સ્કિનદાન કે દેહદાન આપવાની કોઈ જ ધર્મગ્રંથો ના નથી કહેતા. આપણાં પરિવારમાં કોઇ કીકીને કારણે અંધ હોય તો આપણે ચક્ષુદાનથી મળેલી કીકી સ્વીકારીએ જ ને ? પરિવારમાં કોઈ અંધ ન હોય તો એ માટે પરમાત્માનો આભાર માની સ્વજનના મૃત્યુ બાદ આવા દાન આપણે આપવા જ જોઇએ. મૃત્યુ પછી શું થતુ હશે એ ખરેખર કોઈ જ જાણતુ નથી, પણ સારા કર્મનું ફળ પરિવારને મળતુ જ હોય છે. એમ દરેક ધર્મ કહે છે. અંધશ્રધ્ધામાંથી બહાર નીકળી સમાજ ચક્ષુદાન તરફ વળે તો ઘણા અંધને દ્રષ્ટિ મળે.

સ્કીનદાનથી ગંભીર રીતે દાઝી ગયેલા દર્દીની જિંદગી બચાવી શકાય છે. હાથ, પગ અને પીઠમાંથી ખૂબજ પાતળી ચામડી મૃત્યુ બાદ ૬ થી ૮ કલાકમાં દાનમાં આપી શકાય છે. ચક્ષુદાન અને સ્કીનદાન પછી શરીર બિલ્કુલ વિકૃત લાગતુ નથી. સ્વ.ભારતીબેન કમલેશભાઈ રાયઠઠ્ઠાના સ્વર્ગવાસ પછી રાયઠઠ્ઠા પરિવારે સ્કિનદાન (પોરબંદરનું પ્રથમ સ્કિનદાન), ચક્ષુદાન અને દેહદાન આપેલ. સ્કિનદાન ‘સર્જન’ પરિવારે રેડ ક્રોસ રાજકોટની ગ્રેટર રોટરી સિસ્કન બેન્કના સહયોગથી લીધેલ હતુ.

પોરબંદર જિલ્લામાં નેત્રદાન, સ્કિનદાન અને દેહદાન કરવા માટે તેમજ કીકીને કારણે અંધનો અંધાપો દુર કરવા માટે ડો. નીતિન પોપટના મો. ૯૪૨૬૨ ૪૧૦૦૧ અને મો. ૯૩૨૮૦ ૬૬૮૬૮ ઉપર ૨૪ કલાક અને ૩૬૫ દિવસ સંપર્ક કરવા જણાવાયુ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે