પોરબંદર માં સ્કુટર સરખી રીતે ચલાવવાનું કહેતા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઉપર બે શખ્સોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ એવા રોકડિયા હનુમાન મંદિર નજીક રહેતા નિલેશભાઈ લાખણશીભાઈ ઓડેદરા એ કમલાબાગ પોલીસ સ્ટેશન માં નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તા ૨૦ ના રોજ સાંજે પાંચેક વાગ્યે હું તથા મારી પત્ની સ્કુટર લઇને પોરબંદર ડો.મલ્લીના દવાખાને મારી પત્ની રેખાને બતાવવા માટે જતા હતા આ દરમ્યાન વાડી પ્લોટ વિસ્તાર માં ડો.કાર્ડોસોના દવાખાનાની સામેની સાઇડ માં પહોંચ્યા ત્યારે રોગ સાઇડમાં સામેથી ઉંધુ જોઇ એક સ્કુટર ચાલક પોતાનુ સ્કુટર લઇને પાછળ આવતા સ્કુટરવાળા મસ્તી કરતો ચલાવી આવતો હોય જેથી તે સ્કુટર મારા સ્કુટર સાથે અથડાવી દેત. જેથી મે એકદમ બૂમ પાડી સ્કૂટર ચાલકને જાણ કરતા તે સ્કુટર ચાલકે પોતાનુ સ્કુટર રોકી દેતા એકસીડેન્ટ થતા બચી ગયેલ.
પોતે સ્કુટરના ચાલકને ઓળખતા હતા કે તે કડિયાપ્લોટ વાળા સુનિલ આગઠનો પુત્ર જયદીપ હતો. જેથી તેઓએ જયદિપને કહેલ કે, રોડ પર આવી રીતે સ્કુટર ચલાવાઇ? તો તે સ્કુટર ચાલકે કહેલ કે, તમને કયા વાગ્યુ છે તો મે કહેલ કે, આમાં વાગી જતા વાર ન લાગત તેમ અમે વાતચીત કરતા આ દરમ્યાન આ કરણ વિપુલ આગઠ રહે. કડીયાપ્લોટ વાળો પોતાનુ સ્કુટર લઇને આવેલ અને આ બન્ને જણા એકમ ઉશ્કેરાઇ જઇ મારી સામે જોર જોર થી બોલવા લાગેલ. જેથી મે કહેલ કે, તમારો વાક છે અને તમે કેમ જોર જોર થી બોલો છો તેમ કહેતા આ બન્ને જણા મારી સાથે ઝપાઝપી કરી ગાળો આપી મને ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને જયદીપએ મને મોઢાના ભાગે એક ઢીકો જોર થી મારેલ તથા મારો ટીશર્ટ ફાડી નાખેલ અને આજે તને પતાવી દેવો છે તેવી મને બન્ને જણા ધંમકી આપી ઢીકા પાટુનો માર મારતા હતા.
આ દરમ્યાન આજુબાજુના માણસો તથા મારી પત્ની વચ્ચે પડતા આ લોકોને મને મુકી દીધેલ હતો જેથી હુ તથા મારી પત્ની સ્કુટર લઇને કમલાબાગ પોલીસ સ્ટેશન આવતો હતો ત્યારે આ બન્ને સ્કુટર વાળા મારી પાછળ પાછળ વી.વી. હોસ્પીટલ સુધી આવેલ હતા. અને મે આ બનાવની કમલાબાગ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ હતી. અને પછી ફરિયાદ નોંધાવી છે. આમ પોરબંદર કડીયાપ્લોટમાં રહેતા જયદીપ સુનીલ આગઠને રોડ પર સ્કુટર સરખી રીતે ચલાવવા બાબતે કહેતા જેનુ મનદુઃખ રાખી આ જયદીપ તથા તેની સાથેનો માણસ કરણ વિપુલ આગઠ મારી સાથે ઝગડો કરી મને ભુંડીગાળો આપી ઢીકા પાટુનો મૂઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય જેથી તેની સામે ધોરણસર થવા ફરીયાદ કરી છે.ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.