Wednesday, July 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

ખંભાળા ડેમમાં ગેરકાયદેસર માચ્છીમારી બાબતે વનકર્મી પર હુમલો:૫ શખ્શો સામે ફરજમાં રૂકાવટ સહિતની ફરિયાદ:એક ઝડપાયો

રાણાવાવ નજીક આવેલ ખંભાળા ડેમમાં ગેરકાયદેસર માચ્છીમારી કરી રહેલા શખ્શોને અટકાવવા ગયેલા વન કર્મી સાથે ઝપાઝપી બાદ આરોપીની વાડીએ તપાસમાં ગયેલા વનકર્મીઓની ફરજમાં રૂકાવટ કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક શખ્સ ની ધરપકડ થઇ છે.

મૂળ જામજોધપુરના ઇશ્વરીયા ગામે તથા હાલ રાણાવાવની ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને રાણાવાવ રેન્જમાં આવેલી સાત વીરડા રાઉન્ડમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા લખમણ ડાડુભાઈ બડીયાવદરા(ઉવ ૩૬)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તા. ૩-૫ના લખમણ તથા ફોરેસ્ટર અરસીભાઈ જગમાલભાઈ ભાટુ બંને જણા સરકારી બાઈકમાં રાણાવાવ વનવિભાગ હેઠળ આવતા સાત વીરડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખંભાળા ડેમના કાંઠે પહોંચ્યા ત્યારે ડેમમા બોટ દ્વારા માચ્છીમારીની હરકત થતી દેખાતા તેઓ વોચમાં ઉભા હતા અને સવારે સાડા પાંચેક વાગ્યે એ બોટ ડેમના કાંઠે આવતા ત્યાં જઇને તપાસ કરતા તેમાં ચાર શખ્સો હતા તે પૈકી બે નાસી ગયા હતા અને બેને પકડી લીધા હતા.તથા બોટની અંદર તપાસ કરતા ડેમમાંથી તેમણે માચ્છીમારી કરી હોય તેવા માછલાના બાચકા મળ્યા હતા. આથી માછીમારી અંગે તેઓ પાસે પરવાનો માંગતા બે શખ્શો પૈકી એકનું નામ જિજ્ઞેશ ઉર્ફે જીગો નવઘણ મકવાણા અને બીજો સીકંદર રામવુક્ષ સહની હોવાનું જણાવ્યુ હતુ જેમાં જિજ્ઞેશે વનકર્મીઓ સાથે ઝપાઝપી કરી તેને ધકકો મારી નાસી ગયા હતો. ત્યારબાદ લખમણ એ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ વનવિભાગની કચેરીમાં જિજ્ઞેશ ઉર્ફે જીગો નવઘણ મકવાણા, સીકંદર રામવુક્ષ સહની, અશરફશાહ ફિરોઝશાહ રફાઈ અને ચોથા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

તપાસ માં પણ ગાળો કાઢી ગેરવર્તન
ત્યારબાદ રેન્જ ફોરેસ્ટના અન્ય સ્ટાફ રાજુભાઇ બચુભાઈ કારેણા, દેવાભાઈ બી. ઓડેદરા, રેખાબેન વી. રાતીયા, એસ.એસ.માળીયા પી.જે. માળીયાને બોલાવીને તમામ સ્ટાફ સાથે જિજ્ઞેશની વાડીએ તપાસ કરવા માટે ગયા હતા. ત્યારે ખંભાળાના હીરા દેવા મકવાણા, માણેક હીરા મકવાણા, માનસીંગ હીરા મકવાણા તથા રણમલ માણેક મકવાણા લાકડી તથા ધોકા લઇને આવ્ય હતા અને વનવિભાગના અધિકારીઓને ગાળો દઈને ‘તમે કેમ અમારી વાડીમાં આવ્યા છો? તમે અમોને માચ્છીમારી કરવા દેતા નથી.’ તેમ કહીને ગેરવર્તન કરતા હતા. તેવામાં માનસીંગે લાકડી ઉપાડીને લખમણભાઈ ઉપર વાર કરવાની કોશિશ કરતા તેણે બચાવ કરી લીધો હતો. એ દરમ્યાન અન્ય સ્ટાફ વચ્ચે પડયો હતો જેથી અન્ય કોઈ મોટો બનાવ બને નહી તેથી વાડીએથી નીકળી ગયા હતા ત્યારે તેઓએ ‘અમારી વાડીએ આવ્યા કે રસ્તેથી નીકળ્યા તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી.’ આથી વનવિભાગની ટીમે ઓફિસે આવીને ઉપરી અધિકારી સાથે વાત કરતા કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના અપાઇ હતી તેથી અંતે રાણાવાવ પોલીસમથક માં જિજ્ઞેશ ઝપાઝપી કરીને નાશી ગયાનો ગુન્હો તથા હીરા દેવા મકવાણા, માણેક હીરા મકવાણા, માનસીંગ હીરા મકવાણા અને રણમલ માણેક મકવાણાએ લાકડીઓ અને લાકડા લઇને વાડીમાં પ્રવેશ કરતા અટકાવીને કાયદેસરની ફરજમાં રૂકાવટ કર્યાનું જણાવ્યું છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.બનાવ ના પગલે સમગ્ર પંથક માં ચકચાર મચી છે

એક શખ્સ ની ધરપકડ
ખંભાળા ડેમમાં અભયારણ્ય વિસ્તારમાં સિકંદર રામવૃક્ષ સહની (રહે. અશોગી છુપરાધની, બિહાર) ગેરકાયદે પ્રવેશ કરી ડેમમાં બોટથી જાળી નાખી માછલીઓનો શિકાર કરી વેચવાના ઇરાદાથી લઈ જવા બાબતે અને વન કર્મીઓ ની ફરજ માં રુકાવટ મામલે વન વિભાગે ઝડપી લઇ રાણાવાવ ના જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેને તા. ૧૯/૫ સુધી જ્યુડી કસ્ટડી માં રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે.જયારે અન્ય આરોપીઓ ની શોધખોળ ચાલુ છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે