Wednesday, October 30, 2024

|| तुम रक्षक काहू को डरना ||

માધવપુર ના મેળામાં ઉત્તર પૂર્વ રાજ્યોના ખાણીપીણીના અને અન્ય આઠ સ્ટોલ તેમજ સ્થાનિક અને રાજ્યકક્ષાના મળીને ૨૫૦ સ્ટોલ ઉભા કરાશે:એસી ડોમ ની પણ વ્યવસ્થા થશે

માધવપુર ના મેળાના આયોજન અને તૈયારી માટે અધિકારીઓ એ મેળા ગ્રાઉન્ડ ની મુલાકાત લીધી હતી અને સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સુવિધા વધારવા માર્ગદર્શન આપ્યું હતું.

ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે રામનવમીના યોજાશે. પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે રાષ્ટ્રીય કક્ષાના લોકમેળાનું ભવ્ય આયોજન આગામી તા. ૧૭ થી ૨૧ એપ્રિલ દરમિયાન કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વીય રાજ્યોના વિકાસ માટેના મંત્રાલય તેમજ ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, પ્રવાસન વિભાગ તથા કુટિર ઉદ્યોગ વિભાગ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી વિવિધ કાર્યક્રમો અને કારીગરોને રોજગારીનું પ્લેટફોર્મ મળે તે રીતે આયોજન કરવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મણીજીના વિવાહના પ્રસંગની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મણીના વિવાહનો પ્રસંગ રામ નવમીના પાવન પર્વ નિમિત્તે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. લોકમેળાના આગોતરા આયોજનના ભાગરૂપે પોરબંદર જિલ્લા વહીવટી તંત્રની ટીમના અધિકારીઓએ જિલ્લા કલેકટર કેડી. લાખાણી ના માર્ગદર્શન હેઠળ મેળા ગ્રાઉન્ડ ખાતે બેઠકનું આયોજન કર્યું હતું.

પોરબંદર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા,પ્રાંત અધિકારી સંદીપ જાદવ, ડીવાયએસપી સુરજીત મહેડુ, આયોજન અધિકારી જે.સી. ઠાકોર, કાર્યપાલક ઇજનેર ચૌધરી, મામલતદાર, ટીડીઓ,પાણી પુરવઠા બોર્ડ ના અધિકારી, ઉદ્યોગ કેન્દ્રના અધિકારી,સહાયક માહિતી નિયામક સહિત અધિકારીઓની ટીમે મેળા ગ્રાઉન્ડ ખાતે બેઠક યોજી અલગ અલગ વિભાગના અધિકારીઓની કામગીરીના સંકલન અંગે ચર્ચા કરી હતી. આ બેઠકના આયોજન બાદ અધિકારીઓની ટીમે મેળા ગ્રાઉન્ડ ઉપર થઈ રહેલ મેળાના આગોતરા આયોજનની તૈયારીના ભાગરૂપે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને આ મેળા દરમિયાન ચકડોળ, ખાણીપીણીની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, લોકોના આરોગ્યને લઈને મેડિકલ સુવિધાઓ વગેરેની તકેદારી રાખવા બાબતે સૂચનો કરાયા હતા.

ઉપરાંત ઉતર પૂર્વ રાજ્યો માંથી આવતા અને તેની સંસ્કૃતિ તેમજ કલા આર્ટનું પ્રદર્શન કરવા માટે સ્ટોલની સુવિધા, સ્થાનિક સખી મંડળ બહેનોના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવશે. ગત વર્ષ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાના આ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધ્યાને આવેલ બાબતોમાં સુધારા વધારા કરી વધુ સુચારુ આયોજન કરવા સ્થળ નિરીક્ષણ કર્યા બાદ જરૂરી ફેરફારો અંગે સૂચનો આપવામાં આવ્યા હતા. આ લોકમેળામાં ઉત્તર પૂર્વાતર રાજ્યોમાંથી કલાકારો અને કારીગરો મહેમાનોનું આગમન થશે. પશ્ચિમ અને પૂર્વ સંસ્કૃતિનું સાંસ્કૃતિક જોડાણ કરતા રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ લોકમેળાના પાંચ દિવસ સુધી કરવામાં આવશે.

આ ભવ્ય લોકમેળામાં આવતા લોકો સાંસ્કૃતિક કાર્યક્રમોનો ભાવમય આનંદ માણી શકે તે માટે વિશાળ એ.સી. ડોમ તૈયાર કરવા આવશે. આગામી તારીખ ૧૭ થી ૨૧ એપ્રિલ સુધી પાંચ દિવસના માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મણીના વિવાહ પ્રસંગે રથ નીકળે છે ત્યાં રોડ બનાવવામાં આવ્યો છે, તે રોડનું પણ અધિકારીઓની ટીમને નિરીક્ષણ કર્યું હતું. અહીં વિવાહના આ પ્રસંગ પર કોઈ અગવડતા ન પડે તેની તકેદારી રાખવા પણ વહીવટી તંત્રના વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી. ચાલુ વર્ષના મેળામાં ઉત્તર પૂર્વ રાજ્યોના ખાણીપીણીના અને અન્ય આઠ જેટલા સ્ટોલ તેમજ સ્થાનિક અને રાજ્યકક્ષાના મળીને ૧૫૦ જેટલા સ્ટોલ ઊપરાંત ૧૦૦ જેટલા સ્ટોલ ઇન્ડેક્સ સી દ્રારા બનાવવામાં આવશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે