Sunday, September 8, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં સૌરાષ્ટ્ર કચ્છ ધર્મયાત્રા ની પુર્ણાહુતી અંતર્ગત શોભાયાત્રા,ધર્મસભા સહિતના કાર્યક્રમ યોજાશે

સનાતન ધર્મ ની જાગૃતિ અર્થે દ્વારકા થી શરુ થયેલ સૌરાષ્ટ્ર કચ્છ ધર્મયાત્રા નું પોરબંદર ખાતે સમાપન થશે અહી શોભાયાત્રા ,ધર્મસભા સહિતના કાર્યક્રમ યોજાશે.

સનાતન ધર્મ ની જાગૃતિ અર્થે ઘ્વારકા થી તા.૨૪–૧૦ના રોજ થી શરૂ થયેલ સૌરાષ્ટ્ર કચ્છ ધર્મયાત્રા સૌરાષ્ટ્ર-કચ્છનાં જીલ્લાઓ, તાલુકાઓ માં થઈ અને તા.૭-૧૧ રોજ પોરબંદર આવશે અને અહી તેની પૂર્ણાહુતી થશે.સમગ્ર યાત્રા નું ૧૦૦૮ મહા મંડલેશ્વર અનંત વિભૂષીત સ્વામી કૃષ્ણાનંદપુરી મહારાજ (ધ્રાસણવેલવાળા બાપુ) ની અધ્યક્ષતામાં આયોજન થયું છે. આ યાત્રા દરેક સ્થાનો પર પસાર થઇ હતી ત્યાં દિવ્ય શોભાયાત્રાઓ અને ધર્મસભાઓ નું આયોજન કરાયું હતું. જ્યાં દરેક સનાતનીઓ ધ્વારા જબરો પ્રતીસાદ મળ્યો હતો.

આ યાત્રામાં દેશભરમાંથી આવેલ મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાયા છે. યાત્રા પોરબંદરમાં તા.૭-૧૧ ના રોજ સવારે ડેડાવાવ(ખાપટ) થી સવારે ૧૦ કલાકે નીકળી સુદામાં ચોક, એમ.જી. રોડ, કમલાબાગ, કર્લીપુલ, રોકડીયા હનુમાન મંદિરથી બોખીરા થઈ નવદુર્ગા ચામુંડા મંદિર દેગામ ગામે બપોરે ૧ કલાકે પૂર્ણ થશે. ત્યારબાદ બપોરે ૪ કલાકે સર્વે સાધુ સંતો,સામાજીક ધાર્મીક – આગેવાનો,અને મોટી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતીમાં ધર્મસભા યોજાશે સમસ્ત સનાતનીઓને આ કાર્યમાં સહભાગી બની ઉપસ્થિત રહેવા સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરાઈ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે