શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ રચિત મહેર યુવા ગૃપ દ્વારા વર્ષ- ૨૦૨૩ માં વિદેશની ભુમિ પર નવરાત્રી રાસોત્સવ માટે જતાં મહેર જ્ઞાતિના ગાયક કલાકારો તેમજ સાઉન્ડ ટેકનીશીયન ભાઇઓને શુભેચ્છા પાઠવતા સમારોહનું મહેર વિદ્યાર્થી ભવન – પોરબંદર ખાતે આયોજન કરવામાં આવેલ.
મહેર સમાજ વર્ષોથી પોતાની લોક સંસ્કૃતિ, પરંપરા તેમજ પહેરવેશથી દેશ-વિદેશમાં જાણીતો છે તેમજ તેમના શૌર્ય રાસ મણિયારો અને રાસડા પણ એટલાજ વિશ્વ પ્રસિધ્ધ છે. તેથીજ દેશ-વિદેશમાં મહેર જ્ઞાતિના કલાકારોને સ્ટેજ કાર્યક્રમમાં જ્ઞાતિની લોકસંસ્કૃતિ રજુ કરવા આમંત્રિત કરવામાં આવતા હોઈ છે.
વર્ષ ૨૦૨૩માં યુ.કે.ના લેસ્ટર ખાતે લોકગાયક લાખણશીભાઇ આંત્રોલીયા સાઉન્ડ ટેકનિશીયન ભરતભાઇ મોઢવાડીયા તેમજ યુગાન્ડાના જીંજા ખાતે લોકગાયક વિજયભાઇ ઓડેદરા અને સાઉન્ડ ટેકનીશીયન વિક્રમભાઇ કેશવાલાના વિદેશ પ્રવાસને મહેર યુવા પાંખ તેમજ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી.
તેમજ આ તકે છેલ્લા ૨૩ વર્ષથી પોરબંદર ખાતે ભાતીગળ નવરાત્રીનું આયોજન શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા કરવામાં આવી રહયું છે ત્યારે આ વર્ષે પણ પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવી રહયું છે આ રાસોત્સવમાં પોતાની સેવા આપનાર મહેર જ્ઞાતિના કલાકાર તેમજ જુદા-જુદા સર્વિસ દ્વારા જોડાયેલા જ્ઞાતિ ભાઇઓને પણ આ તકે તેમની શ્રેષ્ઠ કામગીરી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
આ અનોખા શુભેચ્છા સન્માન સમારોહમાં સંસ્થાના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરાએ પણ યુ.કે.થી શુભેચ્છા સંદેશો દ્વારા શુભકામનાઓ પાઠવી હતી. આ તકે આજના આ કાર્યક્રમમાં સંસ્થાના મહામંત્રી બચુભાઇ આંત્રોલીયા, ઉપપ્રમુખ નવધણભાઇ બી.મોઢવાડીયા, અરજનભાઇ ખીસ્તરીયા, ટ્રસ્ટી રાયદેભાઇ મોઢવાડીયા, જયેન્દ્રભાઇ ખુંટી, પરબતભાઇ કેશવાલા, અરજનભાઇ ખુંટી તેમજ પોરબંદર ખાતે યોજાનાર મહેર નવરાત્રી રાસોત્સવના લોકગાયક જીતભાઇ કેશવાલા તથા લીલુબેન કેશવાલા તથા લોકગાયક રમેશભાઇ ઓડેદરા, ભરતભાઇ કારાવદરા, પ્રતાપભાઇ કારાવદરા, મહેર વિદ્યાર્થી ભવનના વિદ્યાર્થીઓ તથા મહેર યુવા ગૃપના અધ્યક્ષ હમીરભાઇ ખીસ્તરીયા તથા સહ અધ્યક્ષ રાણાભાઇ વિરમભાઇ ઓડેદરા તથા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થાના ઓફિસ કર્મચારીઓ આ તકે હાજર રહી સૌ કલાકાર મિત્રો તેમજ સાથી ભાઇઓને શુભેચ્છા સહ પ્રોત્સાહન પુરુ પાડેલ આ તકે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા દેશ-વિદેશમાં આપણી જ્ઞાતિની લોકસંસ્કૃતિના કાર્યક્રમ આપતા કલાકારો તથા સાથી મિત્રોને આ તકે શુભકામના સાથે શુભેચ્છા પાઠવી હતી.