અખિલ ભારતીય પંચાયત પરિષદ સરપંચ સંગઠન ગુજરાત રાજ્ય દ્વારા પોરબંદર જિલ્લાના પ્રભારી અને જિલ્લા પ્રમુખની નિમણુક કરવામાં આવી છે.
દેશ ની અંદર ગ્રામ પંચાયતઓને મજબુત બનવાનું કામ કરતું સંગઠન અખિલ ભારતીય પંચાયત પરિષદ સરપંચ સંગઠન દ્વારા ગુજરાત રાજ્ય માં પણ ગ્રામ પંચાયત ના પ્રશ્નો ને સતત લડતું સંગઠન છે. અખિલ ભારતીય પંચાયત પરિષદ સરપંચ સંગઠન દ્વારા પોરબંદર જીલ્લા ના પ્રભારી અને સૌરાષ્ટ્ર ઝોન ના કારોબારી સભ્ય તરીકે બખરલા ગામ ના યુવા ઉપસરપંચ અરશીભાઇ ખુંટી મહેર સુપ્રીમ કાઉન્સિલ ના ઉપપ્રમુખ છે. મહેર શકતી સેના ના કારોબારી સભ્ય છે.
બખરલા એમ.આર.કે. હાઈસ્કુલ ના ટ્રસ્ટી અને પોરબંદર એ.પી.એમ.સી. ના ડીરેક્ટર છે. અને અનેક રાજકીય સામાજિક શેત્રમાં સક્રિય સેવા આપે છે.અખિલ ભારતીય પંચાયત પરિષદ સરપંચ સંગઠન દ્વારા પોરબંદર જીલ્લા પ્રમુખ તરીકે અને સૌરાષ્ટ્ર ઝોન ના કારોબારી તરીકે નટવરનગર ગામ ના યુવાન કાળુભાઈ ગોઢાણીયા ને નિમણુંક કરેલ છે. અગાવ કાળુભાઈ ગોઢાણીયા પોરબંદર જીલ્લા સ્વથી નાની ઉમરે સરપંચ બનેલ ત્યારે અખિલ ભારતીય પંચાયત પરિષદ સરપંચ સંગઠનમાં પ્રમુખ તરીકે બેટર્મ ખુભ સારી કામગીરી કરે કાળુભાઈ ગોઢાણીયા પોરબંદર એ.પી.એમ.સી. ના પૂર્વ ડીરેક્ટર રહી ચુકેલા છે. નટવરનગર વાછોડા સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે સેવા આપે છે.
તદઉપરાંત બરડા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપે છે. કાળુભાઈ ગોઢાંણીયા ઘણી નાની ઉંમરે લોકો ના પ્રશ્ને ઘણી લડતો કરી છે. આનિમણુંકને પોરબંદર ના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને માજી કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જીલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ, રામદેવભાઈ મોઢવાડિયા, ગ્રામ્ય વિસ્તાર માં થી આગેવાનો અને ગ્રામ પંચાયત ના સરપંચોએ અભીનંદન પાઠવ્યા છે.