Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જિલ્લાના ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર તરીકે અમિતાભ શાહની નિમણૂક

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ સંદર્ભે ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા પોરબંદર જિલ્લાના ૮૩-પોરબંદર અને ૮૪-કુતિયાણા વિધાનસભા મતવિભાગ માટે ખર્ચ ઓબ્ઝર્વર તરીકે અમિતાભ શાહની નિમણુંક કરવામાં આવેલ છે.

ખર્ચ ઓબ્ઝર્વર તરીકે અમિતાભ શાહએ પોરબંદરની મુલાકાત લઇ પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અશોક શર્મા, નોડલ ઓફિસર ખર્ચ મેનેજમેન્ટ અને જિલ્લા વિકાસ અધિકારી, તેમજ પોલીસ અધિક્ષક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પાસેથી ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર પોરબંદર જિલ્લામાં ખર્ચના દેખરેખ માટે ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે જાણકારી મેળવી હતી. કલેક્ટર સહિતના અધિકારીઓએ ખર્ચ ઓબ્ઝર્વર ને આવકાર્યા હતા

ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ સંદર્ભે કરવાની થતી કાર્યવાહીના અનુસંધાને જિલ્લાની પૂર્વતૈયારી અને આયોજન બાબતે જાણકારી મેળવી ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ અંગે ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હીની વખતોવખતની સૂચનાઓ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા (સપ્ટેમ્બર-૨૦૨૨) મુજબ કરવાની થતી કાર્યવાહી પરત્વે માર્ગદર્શન આપી આ સંદર્ભે તાલુકા -વિધાનસભા મતવિભાગવાઇઝ રચવામાં આવેલફલાઇગ સ્કવોર્ડ ટીમ (FST), સ્ટેટીક સર્વેલન્સ ટીમ(SST), વિડીયો સર્વેલન્સ ટીમ(VST),વિડીયો વ્યુઇંગ ટીમ(VVT), એકાઉન્ટીંગ ટીમ(AT) વિગેરે ટીમોને માહિતગાર કરવા સુચના આપવામાં આવેલ હતી.

ખર્ચ ઓબ્ઝર્વર દ્વારા મતદારો -નાગરિકો ભારતના ચૂંટણી પંચ, નવીદિલ્હી દ્વારા તૈયાર કરવામાં આવેલ C-Vigil App અને ટોલ ફ્રી નંબર ૧૯૫૦ નો મહતમઉપયોગ કરી ચૂંટણી સંબંધિત ગેરરીતિ સામે ફરિયાદો સરળતાથી કરી શકે તે માટે C-Vigil App અને ટોલ ફ્રી નંબર – ૧૯૫૦ નો મહતમ પ્રચાર-પ્રસાર કરવા જણાવ્યું હતું. ખર્ચ ઓબ્ઝર્વર શ્રીના મોબાઈલ નં.૯૦૧૬૬૭૬૨૮૭ ઉપર પણ સંપર્ક કરી ખર્ચ અંગે રજૂઆત કરી શકાશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે