Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જિલ્લામાં વધુ એક ‘હીટ એન્ડ રન’:દેગામ નજીક કાર અડફેટે બાઈક ચાલક નું મોત

પોરબંદરના દેગામ-બગવદર રોડ ઉપર ‘હીટ એન્ડ રન’નો બનાવ બન્યો છે. જેમાં બાઈક ચાલક આધેડનું મોત થયું હતું અને અકસ્માત સર્જનાર કારચાલક નાશી છૂટયો છે.પોલીસે તેના કારના નંબરના આધારે શોધખોળ હાથ ધરી છે.

પોરબંદરના દેગામ-બગવદર રોડ પર નાગાજણના પાટીયા પાસે બાંધા સીમ વાડીવિસ્તારમાં રહેતા ધનાભાઈ ચુંડાવદરા (ઉવ ૩૩) નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના પિતા ચનાભાઈ ચુંડાવદરા તેમનું બાઇક લઇને જીયા ફાર્મ હાઉસના પાટીયા પાસે નિત્યક્રમ મુજબ ત્યાં આવેલી એક દુકાને ગયા હતા. અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે નાગાજણ ના પાટિયા પાસે સ્વીફટ ડિઝાયર કાર નં જીજે-૧ આર એફ ૦૧૯૯ ના ચાલકે રાત્રે અંધારામાં ચનાભાઈના બાઈકને ઠોકર મારી દીધી હતી. આથી તેઓ બેભાન હાલતમાં લોહીલુહાણ રોડ ઉપર પડયા હતા.

તેના કુટુંબીભાઈ સરમણભાઈ જીવાભાઈ ચુંડાવદરા વાડીએ આવ્યા હતા. અને તેમણે વાત કરી હતી કે ચનાભાઈનું કાર દ્વારા એકસીડન્ટ થયું છે આથી ધનાભાઈ તથા સરમણભાઈ અને હરીશ દેવાભાઇ ચુંડાવદરા ત્રણેય વાડીએથી તાત્કાલિક રોડ ઉપર ગયા હતા. અને મોબાઇલની લાઇટ કરીને તપાસ કરતા ચનાભાઈ બેભાન જેવા પડેલા હતા. અને નજીકમાં જ સફેદ રંગની સ્વીફટ ડિઝાયર કાર પડી હતી. કારચાલક અકસ્માત સર્જીને ત્યાંજ કારને રેઢી મૂકી જતો રહ્યો હતો.

સીમાણી ગામના રામભાઈ ભોગેસરા તેમની ઇનોવા લઇને આવી પહોંચ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા ચનાભાઈને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલે પહોંચાડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આથી અજાણ્યા કારચાલકે બેફિકરાઈથી કાર ચલાવીને ફરિયાદીના પિતા ચનાભાઇનું અકસ્માત કરી મોત નિપજાવી નાસી ગયાનો ગુન્હો નોંધાવવામાં આવ્યો છે ત્યારે પોલીસે આ બનાવમાં આગળની તપાસ હાથ ધરી છે અને કારના નંબરના આધારે હીટ એન્ડ રન કરનાર શખ્શ કોણ હતો? તેની તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે