Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં નિરમા ફેક્ટરી દ્વારા સ્થાનિક લોકોને રોજગારી આપવા ઉપર મૌખિક પ્રતિબંધ મૂકી દેવાતા રોષ:કલેકટર ને આવેદન

પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ્સ લિમિટેડ ફેક્ટરી દ્વારા મૌખિક રીતે સ્થાનિક કક્ષાએ કોઈને રોજગારી આપવી નહીં તે પ્રકારના મનઘડત નિયમો કર્યા હોવાનો આક્ષેપ કરીને જિલ્લા શિવસેનાએ આ અંગે જિલ્લા કલેકટર ઉપરાંત સરકારી શ્રમ અધિકારીને આવેદન પાઠવ્યું છે.

પોરબંદર જિલ્લા શિવસેનાના પ્રમુખ અશોક થાનકીએ જિલ્લા કલેકટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે પોરબંદર સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેક્ટરી નિરમા ડિવિઝન ગ્રુપ દ્વારા સ્થાનિક કક્ષાએ રોજગારી આપવાનું બંધ કરી દેવાયું છે. જિલ્લામાં સૌથી મોટું ઔદ્યોગિક યુનિટ કે જે છેલ્લા ૧૦૦ વર્ષોથી સ્થાનિક વિસ્તારમાં વ્યાપાર ઉદ્યોગ વ્યવસાય દ્વારા અંદજીત ૪૦૦૦ આસપાસ વર્કરો દ્વારા ઉતરોતર નફો રળતું આવ્યું છે. આ યુનિટ દ્વારા ૧૦૦ વર્ષ બાદ અચાનક અને ગેરકાયદેસર રીતે સ્થાનિક વર્કર્સની ભરતી પર પ્રતિબંધ લાવવાનું વલણ અપનાવી હજારો કુટુંબોની આજીવિકા સાથે ચેડા કરી અરાજકતા, ઉહાપોહ સબંધીત ઉશ્કેરણી અને અન્યાયી વલણ હાલમાં અપનાવેલ હોવાનું અમારા ધ્યાને આવેલ છે. તો આ ગંભીર મુદાનો યુધ્ધના ધોરણે ઉકેલ લાવવો અત્યંત જરૂરી અને આવશ્યક બની જાય છે.

સ્થાનિક વર્કર્સની ભરતી ન કરવી એવો કોઈ ઉલ્લેખ કે જાણ કોઈ જ પ્રકારના સ્ટેન્ડીંગ ઓર્ડર્સથી કંપનીએ પોતાના કોઈ જ વર્કર્સને કામદારને કે કર્મચારીને બજાવેલ નથી કે તેવા સ્ટેન્ડીંગ ઓર્ડર્સ યુનિયનોની મંજુરી મળી માન્ય રહેલ નથી. ત્યારે માત્ર મનઘડંત અને મનસ્વી નિર્ણયો સતાપક્ષે લઈ લેવાતા તે જાહેર હિત વિરૂધ્ધનું બની રહેલ છે. જે સમસ્યાનો ઉકેલ તાત્કાલીક લાવવાની જવાબદરી આપની ઓથોરીટીની રહે છે. આશરે છેલ્લા છ માસથી સતત ઘર્ષણ અને નકારાત્મક માહોલમાં બેકાર છ બનાવેલા વર્કર્સ સાથે અપમાનિત કરાતું વલણ થતું હોવાનું શરમજનક અને સામુહિક હિતની વિરૂધ્ધની બાબત છે, જેથી જાહેર સલામતી માટે પણ આ સમસ્યાનો અંત લાવવો જરૂરી બને છે.

આ સમસ્યાઓના નિવારણ માટે પોરબંદર જિલ્લાના સરકારી શ્રમ અધિકારી પણ જવાબદાર બને છે. તેઓ કામદાર કલ્યાણ અધિકારી હોવા છતાં લોકોની ફરિયાદ સાંભળવા, સમજવા કે ઉકેલ લાવવા તત્પર હોય તેવું જણાતું નથી અને તેનું વલણ પણ ઉદ્યોગપતિ તરફી હોવાનું કેટલાક કર્મચારીઓ જણાવી રહ્યા છે. હાલના ચર્ચાસ્પદ કામદારોની ફરિયાદના ઉકેલથી માઈલો દૂર વલણ વાળા હાલના સરકારી શ્રમ અધિકારી વિરૂધ્ધની વર્કર્સની તેમજ વકીલની નારાજગી સબંધી અગાઉ પણ અનેક ફરિયાદો વણ ઉકેલી મોજુદ છે. ત્યારે તાત્કાલીક અસરથી શ્રમ અધિકારીની અન્યત્ર બદલી અને ખાતાકીય તપાસ થવી જોઈએ. કેમ કે કામદારો વિરૂધ્ધનું અધિકારીનું આવું વલણ ચલાવી શકાય નહીં, જેથી ન્યાયીક રીતે આ મુદ્દો જોવા પણ અમારી અરજ છે.

ઈન્ટર સ્ટેટ વર્કર્સની ભરતીના નિયમો મુજબ અન્ય રાજ્યમાંથી વર્કર્સની ભરતી કરવી હોય તો તેનું ખાસ લાયસન્સ કે પૂર્વ પરવાનગી લેવાની જોગવાઈ મોજુદ છે. કારણ કે ગંભીર ગુન્હાના ગુન્હેગારો સ્વાભાવિક રીતે પોતાના સ્થળથી દૂર કામારના સ્વાંગમાં બીજા પ્રદેશોમાં ભાગી જતા હોય છે. ત્યારે આવા ગુન્હેગારો ત્યાં પણ સ્થાનિક લેવલે રોજગાર મેળવી ફરીથી ગુન્હાઓ આચરતા હોવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. જેને લઈને પોલીસ ઉચ્ચ અધિકારીની ગુન્હા શોધક શાખા દ્વારા પણ ઈન્ટરસ્ટેટ વર્કર્સ યુનિટો અને તેના ઓળખપત્રો, લાયસન્સ સાથે ખરાઈ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવાની પણ જરૂરીયાત છે.

તમામ સ્થાનિક સગવડો, સહકાર અને માર્ગદર્શનના ટેકા ઉપર ઉભેલું યુનિટ સ્થાનિક લોકો સાથે દુર્વ્યવહાર કરી તેઓની આજીવિકા રઝળાવે તે પણ ચલાવી શકાય નહીં. સરેરાશ દિવસ પંદરમાં આ મુદ્દે યોગ્ય નિકાલ કે હકારાત્મક પરિણામ નહીં આવે તો ન્યાયીક ઓથોરીટીના સહારે આગળ વધી વર્કરોને તેમજ સ્થાનિક સંસ્થાઓને સાથે રાખી ઉગ્ર આંઘેલનની ફરજ પડશે, તેથી આપ નામાર સાહેબ પોરબંદરના સ્થાનિક લોકોના હિત માટે આ તમામ બાબતે ઘટતું કરો તેવી અમારી માંગણી છે તેમ શિવશેના ના જિલ્લા પ્રમુખ અશોક થાનકી એ જણાવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે