રાણા કંડોરણા ખાતે દેશી-વિદેશી કરન્સી નું પ્રદર્શન યોજાયું હતું જેને મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ એ નિહાળ્યું હતું.
પે સે કુમારશાળા અને કન્યા શાળા રાણા કંડોરણા દ્વારા રાણાવાવ તાલુકામાં પ્રથમ વખત ભારતીય ચલણ તથા વિદેશી ચલણનું કરન્સી પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે. ડી.કણસાગરા, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ના પ્રાચાર્ય ડો. અલ્તાફ રાઠોડ, રાણાવાવ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પોપટભાઈ ખુંટી, BRC કૉ. ઓર્ડીનેટર રાણાભાઈ ખુંટી,કેળવણી નિરીક્ષક વિજયભાઈ ગલ,તેમજ બ્રહ્માકુમારી નિમુબેન અને રાણાવાવ તાલુકા શિક્ષક ઘટક સંઘના મહામન્ત્રી અશોકભાઈ કાનગડ ઉપસ્થિત રહ્યા હતા.
કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા બધા અતિથિઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કરન્સી પ્રદર્શનમાં ત્રીજી સદીથી અત્યાર સુધીનું ભારતીય ચલણ (સિક્કાઓ તથા ચલણી નોટો) તથા વિશ્વના લગભગ 250 થી પણ વધારે દેશોનું ચલણ બાળકો તથા નાગરિકોએ નિહાળ્યું હતું. ઉપરાંત વાસ્તવિક સિક્કાઓ, ચલણી નોટો બાળકોએ પ્રત્યક્ષ જોઈ અનેરો અનુભવ કર્યો હતો. આ પ્રદર્શન ન્યૂમિસમેસ્ટિક સંજય ભાઈ ટાંક દ્વારા નિ:શુલ્ક આયોજન કરેલ હતું. ઉપરાંત કુમાર અને કન્યા શાળાના સ્ટાફ અને બાળકો દ્વવારા 15*15 ફૂટ ની G20 થીમ પર રંગોળી પણ બનાવવામાં આવી હતી. જે આકર્ષણ નું કેન્દ્ર બની હતી.
તાલુકામાં સૌ પ્રથમ કરન્સી પ્રદર્શન જોવા માટે અંદાજે 9 શાળાના 1400 જેટલાં બાળકૉ અને બહોળી સંખ્યા માં નાગરિકોએ લાભ લીધો હતો. બાળકોને ચલણી સિક્કાઓ, નોટ તેમજ રાજાશાહી ના સમયની મુદ્રાઓ એક મંચ પર જોવા મળતા રોમાંચ ની લાગણી જોવા મળેલ. શાળાના બાળકો ને શિક્ષણાધિકારી કણસાગરા , પોપટભાઈ ખુંટી તેમજ નિમુબેન તરફથી કાર્યક્મ ને અનુરૂપ પ્રવચન આપવામાં આવ્યું હતું. સંજયભાઈ ટાંક દ્વારા બાળકોને ભારત દેશ તેમજ વિદેશી ચલણ વિશે વિશેષ સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા પાછળ કુમાર અને કન્યા શાળાના શિક્ષકૉ અને બાળકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.