મૂળ પોરબંદરના અને હાલ માં અમદાવાદ સ્થિત જાણીતા સેલ્ફ ટોટ કલાકાર વિનિષા રૂપારેલ ની અદ્દભૂત કલાકૃતિઓ નું પ્રદર્શન સર્કલ ઓફ આર્ટ દ્વારા યોજાયેલ ઈન્ડિયન ફોક આર્ટ ના પ્રદર્શન માં યોજવામાં આવેલ છે. આ પ્રદર્શન માં વિનિષા એ લાકડા ઉપર અલગ અલગ પ્રાણીઓના મહોરા તેમજ હિન્દૂ દેવો ની પ્રતિકૃતિ બનાવેલી છે. મૂળભૂત રીતે દક્ષિણ ભારત ની વર્ષો પુરાણી આ કલા માં વિનિષા એ પિછવાઈ કલાનું સંયોજન કરી ને તેને એક અવનવું રૂપ આપેલ છે.
વિનિષા આશરે 15 વર્ષથી પથ્થર ઉપર જુદા જુદા પક્ષીઓ અને પ્રાણીઓ નું ચિત્રકામ કરતા આવ્યા છે અને તેઓ ને તેમના અમૂલ્ય કામ માટે અનેક પુરસ્કારો થી સન્માનિત કરવા માં આવેલ છે. લાકડા ઉપર ચિત્રકલા એ એમનો પ્રથમ પ્રયાસ છે અને તેની પ્રેરણા અને પ્રોત્સાહન માટે તેઓ સર્કલ ઓફ આર્ટસ ના સ્થાપક રાજેશ બારીયા, પ્રીતિ કનેરીયા, અને અજય ચૌહાણ ના આભારી છે. આ પ્રદર્શન સર્કલ ઓફ આર્ટસ દ્વારા 2જી જૂન થી 4થી જૂન સુધી ગુજરાત યુનિવર્સીટી રોડ પર આવેલા હઠીસિંગ સેન્ટર માં યોજવામાં આવેલ છે જેમાં દેશ ના 50 થી વધારે કલાકારો પોતાની કલા પ્રદર્શિત કરવાના છે.
વિનિષા નો કલા પ્રત્યે નો જુસ્સો તેને વાસ્તવિક કલાકૃતિઓ બનાવવાની પ્રેરણા આપે છે. તેઓ કલાકાર હોવાની સાથે સાથે કલા શિક્ષક પણ છે અને અલગ અલગ કલા માં પોતાની કુશળતા પાંગરવા માં વ્યસ્ત રહે છે.

