Monday, July 8, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના ફ્લાયઓવર બ્રીજ પર ડમ્પર હડફેટે વૃદ્ધ વેપારી નું મોત

પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજીનો હોલસેલ ધંધો કરતા વેપારી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે નરસંગ ટેકરી ના ફ્લાય ઓવર બ્રિજ ઉપર તેમના એકટીવા ને ડમ્પર ચાલકે ઠોકર મારી દેતા વૃદ્ધ નું મોત નીપજ્યું હતું. જે મામલે તેમના પુત્ર એ ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો છે 

પોરબંદરના વાડીપ્લોટ શેરી નંબર ૧ માં રહેતા નરેશ કિશોરભાઈ રાયચડ્ડા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ તથા તેના પિતા કિશોરભાઈ રાયચડ્ડા અને દેવેન્દ્રભાઈ વગેરેને માર્કેટિંગ યાર્ડમાં જય ભુતનાથ વેજીટેબલ નામની શાકભાજીની દુકાન છે. અને વહેલી સવારે તેઓ નિત્યક્રમ પ્રમાણે દુકાને ગયા હતા અને બપોરે 1:30 વાગ્યે દુકાન બંધ કરીને નરેશ અલગ મોટરસાયકલ માં અને તેના પિતા કિશોરભાઈ ગોરધનદાસ રાયચડ્ડા (ઉંમર:60) એકટીવા  માં ઘરે આવતા હતા.

નરેશ ઘરે પહોંચ્યો ત્યારે તેના પિતા ધીમે ધીમે સ્કૂટર ચલાવીને પાછળ આવતા હતા તથા રોકડિયા હનુમાન થી નરસંગ ટેકરી સુધીના ફ્લાય ઓવર બ્રિજ પરથી પસાર થતા હતા ત્યારે ડમ્ફરના ચાલકે ફૂલ સ્પીડે ડમ્ફર ચલાવી એકટીવા ને પાછળથી ઠોકર મારતા કિશોરભાઈ ને ગંભીર ઇજા થઈ હતી અને લોહી લુહાણ હાલતમાં બેભાન થઈને પડ્યા હતા આથી બનાવની જાણ થતા પુત્ર નરેશ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો ઇમરજન્સી સેવા 108 ને જાણ કરવામાં આવી હતી પરંતુ એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા ખાનગી વાહનમાં ગ્લોબલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે કિશોરભાઈને મૃત જાહેર કર્યા હતા અને પોસ્ટ મોર્ટમ માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ડમ્ફર ચાલક અકસ્માત સર્જ્યા બાદ સ્થળ ઉપર હાજર હતો નહીં તેથી સામે બેફિકરાઈ થી ડમ્ફર ચલાવીને કિશોરભાઈ ગોરધનદાસના એકટીવા ને ઠોકર મારી કિશોરભાઈ નું મોત નીપજાવ્યા નો ગુનો દાખલ કરાવ્યો છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે