ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ ભાઈ-બહેનો માટે તા. ૧-૪-૨૦૨૫ થી નીચે મુજબના મળતા લાભોમાં સુધારો કરવામાં આવેલ છે તો જે દિવ્યાંગ ભાઈ-બહેનોને આ સુધારાઓ લાગુ પડતા હોય તેમણે શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ, વાઘેશ્વરી પ્લોટ, પોરબંદર ખાતે જરૂરી ડોક્યુમેન્ટ લઈ બપોરે ૧૨-૦૦ થી ૬-૦૦ વાગ્યા સુધીમાં રૂબરૂ આવી ફોર્મ ભરી જવા વિનંતી છે.
(૧) સંત સુરદાસ યોજના (દિવ્યાંગ પેન્શન યોજના)
ગુજરાત સરકાર દ્વારા ૮૦% કે તેનાથી વધારેની દિવ્યાંગતા ધરાવનાર દિવ્યાંગોને માસિક રૂપિયા ૧૦૦૦/- એક હજાર રૂપિયાનું પેન્શન મળવાપાત્ર બનતું હતું. જેમાં સરકાર દ્વારા સુધારો કરી હવેથી જેમને ૬૦% દિવ્યાંગતા હશે તો તેમને પણ માસિક રૂપિયા એક હજાર પેન્શન મળવાપાત્ર બનશે. તો જે દિવ્યાંગ ભાઈ-બહેનો માસિક પેન્શન મેળવવા ઇચ્છતા હોય તેઓએ સંસ્થા ખાતે આવી પેન્શન મેળવવા માટેના ફોર્મ ભરી જવા વિનંતી છે.
(૨) દિવ્યાંગ સાધન સહાય યોજના :-
જે દિવ્યાંગ ભાઈ-બહેનો દિવ્યાંગતા માટેના સાધનો અથવા અભ્યાસ ઉપયોગી સાધનો મેળવવા ઇચ્છતા લોકોને દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ રૂપિયા ૨૦,૦૦૦/- અંકે રૂપિયા વીસ હજારનો કિંમતના સાધનો સહાય પેટે આપવામાં આવતા હતા. આ યોજનામાં સરકાર દ્વારા સુધારો કરી હવે પછી સાધન સહાય યોજના હેઠળ રૂપિયા ૨૦,૦૦૦/- ની જગ્યાએ રૂપિયા ૩૦,૦૦૦- ત્રીસ હજારના સાધન સહાય પેટે અપાશે. જે દિવ્યાંગ ભાઈ-બહેનો અભ્યાસ માટેના સાધનો કે દિવ્યાંગતાના સાધનો મેળવવા ઇચ્છતા હોય તેમણે સંસ્થા ખાતે જરૂરી ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ આવી ફોર્મ ભરી જવા વિનંતી છે.
(૩) દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં સુધારો :
જે દિવ્યાંગ ભાઈ કે બહેન અથવા બંને દિવ્યાંગ વ્યક્તિઓ લગ્ન કરે તો સરકાર દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય પેટે એક વ્યક્તિને રૂપિયા ૫૦,૦૦૦/- અંકે રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવતી હતી જેમાં સુધારો કરી આ દિવ્યાંગ લગ્ન સહાય યોજના પેટે એક દિવ્યાંગ વ્યક્તિને હવેથી રૂપિયા ૭૫,૦૦૦/- અંકે રૂપિયા પંચોતેર હજાર રૂપિયા દિવ્યાંગ લગ્ન સહાય યોજના પેટે આપવામાં આવશે.
જે દિવ્યાંગ ભાઇ-બહેન દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય તે તમામ દિવ્યાંગ ભાઈ-બહેનો સંસ્થા ખાતે જરૂરી ડોકયુમેન્ટ સાથે રૂબરૂ આવી ફોર્મ ભરી જવા વિનંતી છે.
ફોર્મ ભરવા નીચેના સરનામે આવવું.
શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ
વાઘેશ્વરી પ્લોટ, પોરબંદર.