પોરબંદરમાં ‘અજંતાનો કલા વૈભવ’ ચિત્ર પ્રદર્શન યોજાશે. સૌથી પ્રાચીન અને સમૃધ્ધ ભારતીય સંસ્કૃતિની વિભિન્ન વિદ્યાઓનું જતન અને સંવર્ધન કરતી રાષ્ટ્રવાદી સંસ્થા સંસ્કાર ભારતી પોરબંદર તથા ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન- ભાવનગર દ્વારા આયોજિત ‘અજંતાનો કલા વૈભવ’ ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન તા. ૨૧-૪-૨૦૨૩, શુક્રવારે સાંજે સાત વાગ્યે થશે.
આ પ્રદર્શનમાં સાન્દીપનિ વિદ્યાનિકેતનના પ્રણેતા રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા આશીર્વચન પાઠવશે. સ્વામિનારાયણ ગુરુકુળ-છાયાના પૂજ્ય ભાનુપ્રકાશ શાસ્ત્રીજી ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે, આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, પોરબંદર-છાયા નગરપાલિકાના પ્રમુખ સરજૂભાઈ કારીયા, જિલ્લા સંઘચાલક-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-પોરબંદરના વિનોદભાઇ કોટીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત અતિથિવિશેષ તરીકે પોરબંદરના એડિશનલ કલેકટર ડિરેકટર ડી.આર.ડી.એ. રેખાબા સરવૈયા(જી.એસ.એ.), પોરબંદર-છાયા નગરપાલિકાના ચીફ ઓફિસર મનોજભાઇ સોલંકી, પોરબંદરના સુપ્રસિધ્ધ સાહિત્યકાર નરોતમ પલાણ, વિશ્વ વિખ્યાત મહેર મણિયારો રાસના પ્રણેતા રાણાભાઇ સીડા, ડૉ. ઉર્વિશ મલકાણ ઉપસ્થિત રહેશે.
આ ચિત્ર પ્રદર્શનમાં શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશનના ચિત્રકારો ખોડીદાસ પરમાર, ડો. અશોકભાઇ ગોહેલ, અજયભાઇ ચૌહાણ, અંજલીબેન મહેતા, જયેશભાઇ જાદવ, અવનીબેન દવે, ભાર્ગવીબેન ભટ્ટ, ચિત્રાબેન પરમાર, ધારાબેન કાઠિયા, ધર્મિલાબેન વેગડ, ફાલ્ગુનીબેન પારેખ, જગદીશભાઈ જોષી, કલ્પનાબેન ચાવડા, મેઘાબેન ડાભી, નિરૂપમાબેન ટાંક, પ્રદિપભાઇ ચૌહાણ, રાજુભાઇ ચૌહાણ, રમેશભાઇ ગોહિલ, રેખાબેન વેગડ, શ્રુતિબેન પરમાર, સોનલબેન સરવૈયા, સુમેધભાઈ સરવૈયા, ઉષાબેન પાઠક, યોગેશભાઇ વેઘણી, ફુલવાબેન સંઘવી, દર્શનાબેન વડોદરીયા સહિતના નામાંકિત ચિત્રકારોની કલાકૃતિઓ પ્રદર્શિત થશે.
પ્રદર્શન તા. ૨૨-૪ અને ૨૩-૪ સુધી સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૮ મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે કલારસિકો નિહાળી શકશે. સૌને ઉપસ્થિત રહેવા પોરબંદર જિલ્લા સંસ્કાર ભારતીના અધ્યક્ષ ડો. સનત જોષી, મહામંત્રી પ્રણય રાવલ, સંયોજક ચિત્રવિદ્યા કરશન ઓડેદરા, પથદર્શક બલરાજ પાડલિયા, સંસ્કાર ભારતી પોરબંદરના હિતેષ દાસાણી, ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન- ભાવનગરના અધ્યક્ષ અમુલભાઇ પરમાર વગેરેએ નિમંત્રણ પાઠવ્યું છે અને ઇનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટ દ્વારા પણ શુભેચ્છાઓ પાઠવાઇ છે.
