અંદાજે ૧૦ થી ૧૨ વર્ષ પહેલા એ. સી. સી. કંપનીની જમીન ઓમ કન્સ્ટ્રકશન કંપની કે જેમાં ભાગીદાર તરીકે પુર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા તથા અન્ય રહેલા હોય અને તે વખતે પોરબંદરમાં આ પ્રકરણ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયેલો હતો અને ખૂબ જ વિવાદ થયેલો હતો.
આ જમીન સંબંધે તેના મુળ માલીકો (૧) ગુલાબગર કાનગર રામદતી વિગેરે કુલ-૧૭ (સતર) અલગ અલગ વ્યકિતઓ દ્રારા પોરબંદરની કોર્ટમાં એવા મતલબનો દાવો કરેલો હતો કે, મુળ એ. સી. સી. કંપનીની જમીન તેઓના વડવાઓએ સને.૧૯૫૫ માં વેચેલી હતી. અને તે વખતે પોરબંદરમાં સિમેન્ટ પ્લાન ઉભો થાય અને રોજગારીની તક મળે તેવા હેતુથી અને પરીવારના એક સભ્ય ને ફરજીયાત નોકરી આપવાની તેવી શરતે આ જમીનનું વેચાણ કરેલુ હોય પરંતુ એ. સી. સી. કંપનીએ આ જમીન રહેણાંક હેતુમાં ફેરવી વેચાણ કરી નાંખેલુ હોય તેથી તે સંબંધે પોરબંદરની કોર્ટમાં કુલ-૧૭ દાવાઓ જીલ્લા કલેકટરશ્રી, ઓમ એન્ટરપ્રાઈઝ ના ભાગીદારો બાબુભાઈ બોખીરીયા વિગેરે તથા એ. સી. સી. કંપની સામે દાખલ કરેલા હતાં.
તે દાવામાં બાબુભાઈ બોખીરીયા વતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા એમ. જી. શીંગરખીયા રોકાયેલા હોય અને દાવા સંબંધે વિગતવાર જવાબ રજુ કરી કાનુની લડત આપેલી હતી. એટલુ જ નહી જે ૧૭ લોકોએ પોરબંદરની કોર્ટમાં દાવાઓ કરેલા હતાં તે તમામ ની ઉલટ તપાસ એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે કરતા અને તેમાં આ જમીનના દસ્તાવેજ ૧૯૫૫ માં કોને કરેલા હતાં ? તેના કુલ કેટલા વારસો હતા? ૧૯૫૫ થી ૨૦૧૫ એટલે કે, ૬૦ વર્ષ દરમ્યાન કોઈ કાનુની કાર્યવાહી કરેલ છે કે કેમ ? અન્ય કોઈ વારસદારોના નામ જાણો છો કે કેમ ? એન્ટ્રી સંબંધે કોઈ વાંધો લીધેલ છે કે કેમ ? આ તમામ પ્રશ્નો ના જવાબ દાવો કરનાર જાણતા ન હોય અને તે રીતે લીમીટેશન એકટની જોગવાઈ મુજબ ૬૦ વર્ષ પછી કોઈ દસ્તાવેજ રદ કરવાનો દાવો થઈ શકે નહીં. તેમજ અસંખ્ય વારસો પૈકી કોઈ એક વ્યકિત દસ્તાવેજ રદ કરવાનો દાવો કરી શકે નહી. તેવી કાયદાની મહત્વની તકરારો રેકર્ડ ઉપર લાવતા અને દાવો કરનારને પોતાની જમીન કયાં આવી ? તે પણ જાણતા ન હોવાનું જવાબમાં જણાવેલુ હોય અને હાલ એ. સી. સી. પાસે જે
જમીન બાકી છે તે કે, બાબુભાઈ બોખીરીયાને વેચેલ છે તે જમીનમાં વાદીની જમીન છે કે નહી તે પણ જાણતા ન હોય અને તે રીતે રેકર્ડ ઉપર વાદીઓ કોઈ રીતે પોતાનો દાવો પુરવાર કરી શકેલ ન હોય અને તે રીતે વાદ વાળી જમીન જીલ્લા કલેકટરએ ઔદ્યોગિક હેતુમાંથી રહેણાંક હેતુ માટે ફેરવી આપેલી જગ્યા હોય અને તે રીતે વાદીઓએ કોઈપણ રીતે રાજકીય કિન્નાખોરીથી ખોટા દાવાઓ કરેલ હોવાનું રેકર્ડ ઉપર ફલીત થતુ હોય અને તે રીતે તમામ વાદીઓએ ખોટો દાવો કરેલો હોવાનું નામદાર કોર્ટને રેકર્ડ ઉપરથી જણાય આવતા અને તેથી પોરબંદરના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ આર. એસ. શાહ મેડમ દ્રારા રેકર્ડ ઉપરના પુરાવાઓ તથા એડવોકેટ ભરતભાઈ લાખાણી ની દલીલ તથા કાયદાકીય જોગવાઈઓ ધ્યાને લઈ તમામ દાવાઓ રદ કરેલ છે.
એ. સી. સી. કંપનીની જમીન સંબંધે લાંબા સમયથી વિવાદ ચાલતો હોય અને પોરબંદરમાં ચર્ચાનો વિષય બની ગયેલો હોય પરંતુ આ મહત્વના ચુકાદાથી હવે એ. સી. સી. ની જમીનો સંબંધેનો વિવાદનો અંત આવેલ છે. આ કામમાં ઓમ એન્ટરપ્રાઈઝ ના ભાગીદારો બાબુભાઈ બોખીરીયા વિગેરે વતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી, એમ. જી. શીંગરખીયા, નિલેષ જોશી, અનિલ ડી. સુરાણી તથા જયેશ બારોટ રોકાયેલા હતાં.