પોરબંદર
પોરબંદર અચીવર માં આ વખતે વાત કરીશું એક એવા યુવાન ની જેણે નાની વય માં પણ ટેલીવુડ માં અભિનય ક્ષેત્રે ખુબ સારું એવું કાઠું કાઢ્યું છે .સીરીયલો ઉપરાંત ફિલ્મો માં અને એડ ફિલ્મો માં પણ તેણે અભિનય કર્યો છે.આજે વાત કરીએ પોરબંદર ના કેવલ દાસાણી ની ..પોરબંદર નો કેવલ દાસાણી નામનો યુવાન હાલ માં વિવિધ ચેનલો પર પ્રસારિત થતી સીરીયલ માં અભિનય કરી રહ્યો છે. હાલ માં સબ ટીવી પર આવતી તેનાલીરામા સીરીયલ માં તેનું મુઘલ સિરાજ નું પાત્ર ખાસ્સું લોકપ્રિય થયું છે. કેવલ દાસાણી ના પિતા નીતિનભાઈ હોટેલ અને ફ્રુટ કંપની ના વ્યવસાય સાથે સંકળાયેલા છે નીતિનભાઈ એ પોરબંદર ટાઈમ્સ સાથે વાતચીત માં એવું જણાવ્યું હતું કે કેવલ ને નાનપણ થી જ એક્ટિંગ નો ખુબ શોખ હતો મુંબઈ ખાતે જઈ હોટલ મેનેજમેન્ટ નો અભ્યાસ કર્યા બાદ તેણે અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવા નું વિચાર્યું હતું. અને તેણે તેના પરિવારજનો ને આ અંગે વાત કરી હતી. પરંતુ ફિલ્મ કે સીરીયલ લાઈન માં ગોડફાધર વગર કામ મેળવવું અને આગળ વધવું ખુબ જ મુશ્કેલ હોય છે. કેવલ સતત છ વરસ સુધી મુંબઈ માં રહી અને સંઘર્ષ કર્યો છે. અગાઉ કેવલે સી આઈ ડી ,એસીપી અર્જુન ,અકબર બીરબલ,બાલિકા વધુ સહીત ની અનેક સીરીયલ માં નાના મોટા રોલ ભજવ્યા હતા.તો ઝી ની ફીયર ફાઈલ્સ માં કરણ તરીકે લીડ રોલ અને ડીડી નેશનલ ની સીરીયલ સીયારામ –એક પ્રેમ કથા માં મુખ્ય કિરદાર રાજકારણી ના બગડી ગયેલા પુત્ર રુદ્ર નો રોલ ભજવવા ની તક મળી હતી. અગાઉ કેવલે બેવડું સ્વરૂપ ધરાવતા વ્યક્તિ વિશે એક શોર્ટ ફિલ્મ ધ એબ્ડકશન બનાવી હતી. જે ન્યુઝીલેન્ડ ના ઓકલેન્ડ ના ફિલ્મ ફેસ્ટીવલ માં રજુ થઇ હતી. અને વિવેચકો ની પણ ખુબ દાદ મળી હતી. ઉપરાંત માં કલર્સ ટીવી પર આવતી “કોન હે” માં પણ ટારઝન મુવી ફેઈમ વત્સલ શેઠ અને દ્રશ્યમ ફેઈમ ઈશિતા દિયા સાથે લીડ ભૂમિકા ભજવી છે. અને અશોકા,સ્ટાર પ્લસ પર આવતી “અર્જુન” ,ક્રાઈમ પેટ્રોલ માં પણ મહત્વ ની ભૂમિકા ભજવી હતી હવે કેવલ ફિલ્મ તરફ પણ ફોકસ કર્યું છે.હાલ માં ફેસબુક કા ફન્તુર નામની ગુજરાતી ફિલ્મ નું શુટિંગ ચાલી રહ્યું છે અને નજીક માં જ તેનો બોલીવુડ નો અન્ય એક પ્રોજેક્ટ પણ શરુ થવા જઈ રહ્યો છે કેવલ ના પિતા નીતિનભાઈ એ જણાવ્યું હતું કે અનેક યુવાનો નાના શહેરોમાંથી અભિનેતા બનવા મુબઈ તરફ પ્રયાણ કરે છે અને ત્યાં રહી અને સંઘર્ષ પણ કરે છે. પરંતુ સફળતા દરેક ના નસીબ માં હોતી નથી કેવલ પણ છ વરસ થી મુંબઈ માં સંઘર્ષ કરી રહ્યો છે પરંતુ કોઈ ગોડફાધર વગર કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ વગર જ જાત મહેનત થી તે આગળ આવ્યો છે. પોરબંદર ના રઘુવંશી યુવાન ની આ સફળતા થી અને પોરબંદર શહેર તેમજ રઘુવંશી સમાજ પણ ગૌરવ અનુભવી રહ્યો છે અભ્યાસ માં પણ તેજસ્વી
કેવલ દાસાણી અભ્યાસ માં પણ બચપન થી જ તેજસ્વી હતો અને તેણે પ્રાથમિક અભ્યાસ પોરબંદર ખાતે કર્યા બાદ ધો ૮ થી ૧૦ રાજકોટ અને ૧૧,૧૨ નો અભ્યાસ બરોડા ખાતે કર્યો હતો અને બાદ માં અમદાવાદ ના સોમલલિત ઇન્સ્ટીટયુટ માંથી બી બી એ નો અભ્યાસ કર્યો હતો જેમાં મોટા ભાગે તે ફસ્ટ ક્લાસ અને ડીસ્ટીકશન સાથે જ પાસ થયો હતો
અનેક કોમર્શીયલ એડ પણ કરી :૧૬ કલાક સ્ટુડિયો માં વિતાવે છે
કેવલે સીરીયલ ઉપરાંત કેટલીક એડ ફિલ્મો માં પણ કામ કર્યું છે જેમાં હિતેન તેજવાની સાથે ડાલડા ઘી ની એડ ફિલ્મ,વરુણ ધવન સાથે એડિકશન ડિયોની એડ,ડોમિનોઝ અને મેકડોનાલ્ડસ ની એડ સહીત અન્ય દસ જેટલી કોમર્શીયલ એડ માં પણ કામ કર્યું છે અને હાલ માં તેનાલીરામા સીરીયલ માં મુખ્ય પત્ર ભજવવાની તક મળી છે એટલે હાલ માં આ સીરીયલ નું શુટિંગ વિવિધ જગ્યાઓ એ ચાલી રહ્યું છે જેમાં દિવસ ની ૧૬ કલાક જેટલો સમય તો તે સ્ટુડીઓ માં જ વિતાવી અને તનતોડ મહેનત કરી રહ્યો છે.
માતા પિતા ના આશીર્વાદ થી બધું શક્ય બન્યું
કેવલે એવું જણાવ્યું હતું કે મારા પિતા જ મારા આદર્શ છે તેમનો અને માતા નો સહયોગ તેને જીવન માં હરપળ મળ્યો છે અને તેમના કારણે જ તે અહી સુધી પહોચી શક્યો છે ઘર થી દુર હોવા છતાં તેમનું માર્ગદર્શન તેને સતત મળતું રહે છે અને તેમના આશીર્વાદ થી જ તે મુંબઈ જેવા શહેર માં કોઈ પણ ફિલ્મી બેકગ્રાઉન્ડ કે ગોડ ફાધર વગર અહી સુધી તે પહોચ્યો છે.
પોરબંદર અચીવર વિશે આપનો અભિપ્રાય કે સૂચન અમને ઈમેલ કે વોટસેપ મારફત મોકલી શકો છો.
ઈમેલ આઈડી porbandartimes@gmail.com
વોટસેપ નંબર ૯૯૨૪૧૮૭૩૮૩
આવતા અઠવાડિયે મળશું વધુ એક અચીવર ની વાત લઇ ને
-નિપુલ પોપટ