પોરબંદર માં ૨૦૨૨ માં થયેલ ડબલ મર્ડર મામલે એક આરોપી એ ખાસ જેલ માંથી એક દિવસ ના જામીન મેળવ્યા બાદ ફરાર થઇ જતા પોલીસબેડા માં દોડધામ મચી છે. અને આરોપી ની શોધખોળ હાથ ધરી છે.
પોરબંદર માં ૨૦૨૨ માં મકરસંક્રાંતિ ની રાત્રે ભનુ ની ખાંભી વિસ્તાર માં કાર અથડાવવા બાબતે થયેલ માથાકૂટ માં ૫ થી ૬ રાઉન્ડ ફાયરીંગ થયા હતા જેમાં ઇન્દિરાનગર વિસ્તાર માં રહેતા રાજ પરબત કેશવાલા અને મૂળ નવી બંદર ના કલ્પેશ કાનજી ભૂતિયા નામના બે યુવાનો ના મોત થયા હતા. અને મૃતક રાજ ના ભાઈ વનરાજ સહિતનાઓ ને ઈજાઓ થઇ હતી. જે મામલે ભાજપ ના સુધરાઈ સભ્ય તેના પિતા સહીત ૧૨ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ૧૨ આરોપીઓ માં નિવૃત આર્મીમેન અરભમ લખમણ ઓડેદરા નામનો શખ્શ પોરબંદર ની ખાસ જેલ માં કાચા કામ ના કેદી તરીકે સજા ભોગવતો હતો. તાજેતર માં તેણે એક દિવસ ના વચગાળા ના જામીન માંગતા સ્થાનિક કોર્ટે તેને જાપ્તા સાથે ના એક દિવસ ના જામીન મંજુર કર્યા હતા.
ત્યાર બાદ પોતે એક્સ આર્મીમેન હોવાથી ફાયનાન્સીયલ કામ અને તેના કાગળો કરવા માટે હાઇકોર્ટ માં જાપ્તા વગર ના જામીન માંગતા હાઇકોર્ટે તેના એક દિવસ ના જામીન મંજુર કર્યા હતા. અને તા ૬ ના રોજ તેણે ખાસ જેલ માં પરત ફરવાનું હતું. પરંતુ તે પરત આવવાના બદલે ફરાર થઇ જતા પોલીસબેડા માં દોડધામ મચી છે. જેલ અધિક્ષક જાડેજા એ આ અંગે કમલાબાગ પોલીસ મથક માં એનસી ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.