Tuesday, September 17, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં ચેક રીટર્ન કેસ માં આરોપી ને એક વર્ષ ની સજા અને ચેક થી બમણી રકમ ચુકવવા હુકમ

પોરબંદર માં ૫ વર્ષ પૂર્વે સબંધની રૂએ હાથ ઉછીના આપેલ રૂ૨.૩૦ લાખ પરત આપવા આપેલ ચેક રીર્ટન થતા આરોપીને એક વર્ષની સજા તથા ચેક ની બમણી રકમ ચુકવવાની કોર્ટે સજા કરી છે.

પોરબંદર ના છાંયા મુકામે રહેતાં રાજાભાઈ રણમલભાઈ મોઢાએ ૨૦૧૯ માં આરોપી નારણભાઈ હીરાભાઈ મકવાણા સામે હાથ ઉછીની આપેલ રકમ રૂા.૨,૩૦,૦૦૦/- પરત મેળવવા દીધેલ ચેક વણ ચુકવ્યો પરત થતાં એન.આઈ.એકટ મુજબ પોરબંદર કોર્ટમાં ધોરણસર ફરીયાદ આપી જણાવેલ કે, આરોપીને પોતાની અંગત જરૂરિયાાત અર્થે પૈસાની જરૂર પડતાં રૂા.૨,૩૦,૦૦૦/- આપેલા અને આરોપી દ્વારા હાથ ઉછીની રકમ લીધા સબંધેનો દસ્તાવેજ પણ કરવામાં આવેલ અને દસ્તાવેજ મુજબ રકમ એક માસમાં ચુકવી આપવાની હતી, ત્યારબાદ એક માસ પુર્ણ થતાં ફરીયાદી દ્વારા રકમની ઉધરાણી કરતાં આરોપીએ ફરીયાદીને આપેલ ચેક એચ.ડી.એફ.સી. બેંક, પોરબંદર શાખાનો તા: ૧૧-૦૯-૨૦૧૯ નો ચેક આપેલો અને ચેક આપતી વખતે વચન, વિશ્વાસ અને ખાત્રી આપેલ કે ચેંક બેંકમાં વટાવા નાખ્યાથી રકમ મળી જશે.

આમ, આરોપી નારણભાઈ હીરાભાઈ મકવાણાએ ફરીયાદી રાજાભાઈ રણમલભાઈ મોઢIને આપેલ ચેક બેંકમાં વટાવા નાખ્તા, ચેંક અપુરતા ભંડોળના કારણે પરત ફરતાં ફરીયાદીએ તેઓના વકીલ મારફતે આરોપીને કાનુનિ નોટીસ આપેલ અને આરોપીએ નોટીસ મળી જવા છતાં કોઈ રકમ આપેલ ન હોય, જેથી કોર્ટમાં ફરીયાદ દાખલ કરી ફરીયાદ સાથે ચેંક, નોટીસ , બેંકનો રીટર્ન મેંમો, વિગેરે આધાર પુરાવા સાથે ફરીયાદ દાખલ કરતાં કોર્ટે આરોપી નારણભાઈ હીરાભાઈ મકવાણાને સમન્સ કરી કોર્ટમાં હાજર રહેવા ફરજ પાડતાં આરોપી તેઓના વકીલ સાથે કોર્ટમાં હાજર થયેલા અને તેઓએ કોઈ ગુન્હો કર્યાનો ઈન્કાર કરતાં કેસની ટ્રાયલ ચાલેલ, તેમજ ફરીયાદપક્ષ દ્વારા ૧ થી ૧૫ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલા હતા તથા ફરીયાદપક્ષે તેઓના વકીલએ દલીલો તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ રજુ રાખી જણાવેલ કે, આરોપી સામેનો કેસ સાબીત થતો હોય, આરોપીને સખ્ત સજા કરવા તથા દંડ કરવા રજુવાતો કરેલી હતી.

ત્યારબાદ બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી નારણભાઈ હીરાભાઈ મકવાણાને એન.આઈ.એકટની કલમ – ૧૩૮ મુજબના શીક્ષા પાત્ર ગુન્હામાં તકસીરવાન ઠરાવી એક (૧) વર્ષની કેદની સજા તથા ચેકની બમણી રકમ એટલે કે રૂા.૪,૬૦,૦૦૦/- એક માસની અંદર ફરીયાદીને ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ તેમજ આરોપી હુકમ વખતે હાજર ન હોય આરોપી સામે પકડ વોરંટ ઈસ્યુ કરવાનો હુકમ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કરેલો હતો. આ કામમાં ફરીયાદપક્ષે પોરબંદરના ખ્યાતમાન વકીલ જે.પી.ગોહેલની ઓફીસ તરફથી એમ.જી.શિંગરખીયા, એન.જી.જોષી, એમ.ડી.જુંગી, વી.જી.પરમાર, રાહુલ એમ. શિંગરખીયા, જીજ્ઞેશ ચાવડા, મયુર સવનીયા તથા પંકજ બી. પરમાર રોકાયેલા હતા.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે