Tuesday, September 17, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં નાના મોટા મળી ૪૦૦ સ્થળે અબીલ ગુલાલ ની છોળો અને ડીજે ના તાલે થશે ગણેશજી ની સ્થાપના

પોરબંદરમાં આજ થી ગણેશ ચતુર્થીના ઉત્સવનો પ્રારંભ થશે. ત્યારે શહેરમાં નાના મોટા મળી ૪૦૦ સ્થળો એ ગણેશજીના પંડાલ ઊભા કરવામાં આવ્યા છે. આજે ગણેશજીનું વાજતે ગાજતે સ્વાગત કરી સ્થાપના કરવામાં આવશે ઉત્સવ ને લઇને આયોજકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

પોરબંદર માં આજે શનિવારે ગણેશ ચતુર્થી ના દિવસે ગણેશોત્સવ નો પ્રારંભ થવાનો છે. ત્યારે શહેર માં નાના મોટા મળી ૪૦૦ થી વધુ સ્થળો એ ગણેશજી નું સ્થાપન કરવામાં આવશે. પંડાલ ના આયોજકો અગાઉ જ ગણેશજીની મૂર્તિની સ્થાપનની જગ્યાએ મંડપ તેમજ સિંહાસન વગેરે મૂકી પંડાલો બનાવવામાં લાગી ગયા હતા. અને રાત્રીના સમયમાં રોશનીથી પંડાલો ઝળહળી ઉઠે તે માટે પણ પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. શહેરીજનોમાં પણ ગણેશોત્સવને લઈને સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ગણેશજીની સ્થાપન માટેની મૂર્તિઓ લેવા માટે લોકો ટ્રેક્ટર, રીક્ષા, યુટીલીટી જેવા વાહનો લઈને પ્રતિમાઓ ના વેચાણ સ્થળે પહોંચી જશે અને કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિની ધાર્મિકવિધી કરી અબીલ, ગુલાલ અને કંકુ ની છોળો ઉડાડી ગણપતિ બાપા મોરીયા, ગણપતિ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો ના નાદ સાથે ડીજે ના તાલ અને ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે ગણેશ સ્થાપનની જગ્યા સુધી લઈ આવશે.

ગણેશોત્સવ શરૂ થતા જ દરરોજ રાત્રીના સમયે પંડાલો માં વિવિધ દર્શન નિહાળવા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉમટી પડશે આ ઉપરાંત ઘરે પણ લોકો ગણેશજીની મૂર્તિને લાવીને પૂજા અર્ચના કરશે પંડાલો માં આયોજકો દ્વારા દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે. તો ખારવાવાડ સહિતના વિસ્તાર માં તો અવનવી પ્રતિમાઓ નું સ્થાપન થશે અને ગણેશ પંડાલો ખાતે વિવિધ થીમ પર ડેકોરેશન કરવામાં આવશે અને શહેર માં આવેલ વિવિધ ગણેશ મંદિરો એ પણ ભક્તો ની ભીડ જામશે.

માણેક ચોક ખાતે એક દિવસીય સ્થાપન થશે
માણેકચોક ખાતે છેલ્લા ૩૮ વર્ષથી એક દિવસીય ગણેશ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રતિમા નું વિસર્જન કરવામાં આવતું નથી આયોજકો એ જણાવ્યું હતું કે 1988 માં માણેકચોકની તાક કે જ્યાં ત્રીજા માળે રાજાશાહી વખતમાં 150 વર્ષ પહેલા ઘોડા પથ્થરથી બનાવેલ ગણેશજીની પ્રતિમા બિરાજમાન છે. ત્યાં પ્રથમ વખત ગણેશચતુર્થીના દિવસે ઘોડા પથ્થરની બનાવેલ ગણેશજીની મૂર્તિને રંગરોગાન કર્યા હતા. તેમજ ચાર લાડુના પ્રસાદથી ગણેશ મહોત્સવની ઉજવણી કરી હતી. ત્યારબાદ દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે એક દિવસીય ગણેશોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સવારે મહાપૂજા અને સાંજે મહાઆરતી યોજાશે એક દિવસ માટે ગણેશજીનું પૂજન અર્ચન કરી આ જ દિવસે સાંજે વિસર્જન કરવામાં આવે છે. જો કે વિસર્જન દરિયામાં કરવામાં આવતું નથી. વિસર્જન બાદ મૂર્તિને એક રૂમમાં રાખી દેવામાં આવે છે. આવતા વર્ષે ફરી તે પ્રતિમા નું સ્થાપન કરવામાં આવે છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે