પોરબંદર ના રઘુવંશી યુવાને ટેબલ ટેનીસ માં ગુજરાત સ્ટેટની મેન્સ ઇવેન્ટ માં સિલ્વર મેડલ મેળવી રનર્સઅપ ટાઇટલ વિજેતા બનતા અભિનંદન વર્ષા થઇ રહી છે.
પોરબંદર શહેર ની જૂની અને જાણીતી પેઢી ઠા. છગનલાલ ગોવિંદજી પરીવાર નો સુપુત્ર પ્રથમ દિવ્યેશ મદલાણી પોરબંદર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ના પુર્વ ખેલાડી છે અને હાલ હાલ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા અને DRB કોલેજ ( સુરત ) વીર નર્મદ યુનિવર્સિટી વતી રમી રહેલા છે. પોરબંદર નું ગૌરવ એવા પૂર્વ ખેલાડી અને હાલ ના એસોસિએશન ના સેક્રેટરી સંજયભાઈ ઉપાધ્યાય ના માર્ગદર્શન હેઠળ પોતાની ટેબલ ટેનિસ રમવાની કારકિર્દી શરૂ કરી પ્રથમે ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આ વર્ષ ની સીનિયર વય જૂથ માં પોતાનું સ્થાન મેળવ્યું છે.
હાલ સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત ની સુરત શહેરમાં આવેલી તાપ્તી વેલી અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન ના સહયોગ સાથે ચલાવવા માં આવતી એકેડેમી માં અંકુરભાઇ જોશી અને મહાવીરભાઈ ની વિશેષ ટ્રેનિંગ મેળવી રહેલ છે. અને તા.૧૨- ૦૭-૨૦૨૫ ના રોજ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ) ના નેજા હેઠળ અને આણંદ ડિસ્ટ્રિક્ટટ ટેબલ ટેનિસ એસોસિયેશન (એડીટીટીએ)ના ઉપક્રમે ૧૦થી ૧૩મી જુલાઈ દરમિયાન યુગપુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ (બાકરોલ, આણંદ) ખાતે યોજાયેલી રોટોમેગ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-૨૦૨૫ માં વડોદરા તરફ થી રમતા પ્રથમ માદલાણી એ ઉત્કૃષ્ટ રમત દાખવી ગુજરાત સ્ટેટની મેન્સ ઇવેન્ટ માં સિલ્વર મેડલ મેળવી રનર્સઅપ ટાઇટલ જીતી લીધું હતું.
આવનારા સમયમાં થાઇલેન્ડ ખાતે પહલી સ્ટીગા એશિયન ટેબલ ટૅનિસ ચેમ્પિયનશિપ ચેલેન્જ-૨૦૨૫ રમવામાં આવશે, તેમાં ઉમદા પ્રદર્શન કરી અને ભારત દેશનું નામ રોશન કરી સર્વે ને ગર્વ અપાવે તેવી સમગ્ર પરીવાર, સાંસદ ડો. મનસુખભાઈ માંડવીયા (કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી), ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા , લોહાણા મહાજન પ્રમુખ શ્રી સંજયભાઈ કારિયા, PDTTA પ્રેસિડેન્ટ રણછોડભાઈ શિયાળ, TTAB પ્રેસિડેન્ટ શ્રીમતી જયાબેન ઠક્કર સહીત આગેવાનો અને રમતગમત પ્રેમીઓ એ ભરપુર શુભકામનાઓ પાઠવી છે.



