પોરબંદર ના યુવાને ઓડદરના બસ સ્ટેશનમાં સુસાઈડ નોટ લખી ઝેરી ટીકડા ખાઈને આપઘાત કરી લીધો હતો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર ના છાંયા માં આવેલ પોસ્ટ ઓફીસ સામે રહેતા લલિત ઘેલાણી નામના યુવાને હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલી વિગત મુજબ તેના નાના ભાઈ ચંદ્રેશ ભાણજીભાઈ ઘેલાણી (ઉ.વ.૪૫) એ તા.૨૩/૪ ના ઓડદર ગામના બસ સ્ટેશનમાં ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. અને હોસ્પીટલે ખસેડવામાં આવતા ફરજ પર ના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ચંદ્રેશે આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ પણ લખી હતી. જે પોલીસે કબ્જે કરી હતી.
જેમાં તેણે એવું જણાવ્યું હતું કે તેને છેલ્લા ૨૦ વર્ષ થી માનસિક બીમારી હોવાથી અને આર્થીક કટોકટી થી કંટાળી પોતે આવું પગલું ભરે છે. અને તેના ગયા પછી ઘર ના લોકો ને હેરાન ન કરવા અને પોતાના ભાઈ ના મોબાઈલ નંબર પણ સુસાઈડ નોટ માં લખ્યા હતા. લલિતે જણાવ્યું હતું કે તેનો ભાઈ મચ્છર ની અગરબતી અને મસાલા વગેરે ની ફેરી કરતો હતો. અને આપઘાત ના આગલા દિવસે સાંજે જ ઘરે થી ગયા બાદ પરત ન આવતા તેની શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં તે મળી આવ્યો ન હતો અને બીજા દિવસે ઓડદર બસ સ્ટેન્ડ ખાતે થી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
