Thursday, March 30, 2023

|| तुम रक्षक काहू को डरना ||

કુતિયાણા ના હામદપરા ગામના યુવાને જીસેટ ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી

કુતિયાણા ના નાના એવા હામદપરા ગામના યુવાને જીસેટ ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરતા અભિનંદન વર્ષા થઇ રહી છે.

કહેવાય છે ને કે “મહેનત અને લગન હોય તો, મંજિલ સુધી પહોંચતા, તમને કોઈ રોકી નહીં શકે !!” આવું જ એક ઉદાહરણ પૂરું પાડ્યું કુતિયાણા તાલુકાનાં નાના એવા હામદપરા ગામમાં રહેતા એક ૨૩ વર્ષનાં યુવાને જેનું નામ છે સોંદરવા આશિષ કાળાભાઈ.

નાની એવી કોલેજમાંથી આગળ M.A. (English) નો અભ્યાસ કરવા આશિષ જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ગયો અને ત્યાં પણ સારી સફળતા મેળવી. જેમાં વર્ષ દરમિયાન Best Student of the Year નો એવોર્ડ પણ મેળવ્યો. અંગ્રેજી વિષયમાં રસ હોવાથી અને આગળ ભવિષ્યમાં પ્રોફેસર બનવાનું સપનું લઈને NET/GSET (GUJARAT STATE ELIGIBILITY TEST) તેમજ Ph.D. ની તૈયારી હાથ ધરી.

સપનું તમારું છે તો મહેનત પણ તમારે જ કરવી પડશે એ ભાવે મહેનત કરી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં Ph.D. માં એડમીશન માટેની પ્રક્રિયા ચાલુ થઈ. ત્યારે PhD ની પરીક્ષા આપી અને પ્રથમ પ્રયાસમાં PET (PhD Entrance Test) ક્લીઅર કરી તેમજ RDC Interview પણ સારા માર્કસથી ક્લીઅર કર્યું. ત્યારબાદ યુનિવર્સિટી ના Vice Chancellor Prof. (Dr.) Chetan Trivedi Sir PhD Guide તરીકે ફાળવણી કરવામાં આવી. અને અંગ્રેજી વિષયમાં PhD કરવા એડમીશન મળ્યું. ત્યારબાદ GSET (GUJARAT STATE ELIGIBILITY TEST) નુ પરીણામ જાહેર થતાં પ્રથમ પ્રયાસમાં તે પરીક્ષા પણ સફળતા પૂર્વક ઉતીર્ણ કરી હતી.

આ સાથે માતાપિતા તેમજ સમાજને ગૌરવ અપાવ્યું છે. GSET અને PhD માં એડમીશન થતાં યુનિવર્સિટીના Vice Chancellor Prof Dr. Chetan Trivedi તેમજ (Head of the Department) Prof. Dr. Firoz Shaikh, Prof. Dr. Om Joshi, Prof. Dr. Rupal Dangar તેમજ સમગ્ર ફેકલ્ટીએ શુભેચ્છાઓ અને ઉજ્જવળ કારકિર્દી માટે આશીર્વાદ આપ્યા હતા. નાના એવા ગામના યુવાને જાત મહેનત થી અનેરી સિદ્ધી મેળવતા ગ્રામજનો અને અગ્રણીઓ એ પણ તેને અભિનંદન પાઠવ્યા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે