કુતિયાણા નજીક બોલેરો હડફેટે ચૌટા ગામના બાઈક ચાલક યુવાન નું મોત થયું છે અકસ્માત સર્જી બોલેરો ચાલક સામે થી પોલીસ મથકે હાજર થઇ જતા પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
કુતિયાણા ના રોધડા ગામે વાડી વિસ્તાર માં રહેતા અશોકભાઇ વીરાભાઈ વરૂ(ઉવ ૩૫)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગઈકાલે સોમવારે સવારે અગિયારેક વાગ્યે તેઓ વાડી એ હતા ત્યારે તેના કૌટુંબિક ભાઈ હમીર લખમણભાઈ વરુ (ઉવ ૩૫,રે ચૌટા)નો રાજકોટ પોરબંદર હાઈવે પર કુતિયાણા નજીક ક્રિશ્ના હોટલ થી ચૌટા બાજુ જતા રસ્તે અકસ્માત થયા ની ફોન દ્વારા જાણ થતા તેઓ તુરંત સ્થળ પર દોડી ગયા હતા. અને જઈ ને જોયું તો ત્યાં અનેક લોકો એકત્ર થયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ પણ ઉભી હતી ૧૦૮ ના સ્ટાફે હમીર ને તપાસતા તેનું મોત થયું હોવાનું જાહેર કર્યું હતું.
અને તે લોહીલુહાણ હાલતમાં હતા અને તેનું બાઈક રસ્તા ની સાઈડ માં અકસ્માતગ્રસ્ત હાલતમાં હતું તથા તેના બાઈક ની પાછળ બોલેરો પણ પડ્યું હતું ત્યાં હાજર લોકોએ જણાવ્યું હતું કે બોલેરો પીકઅપના ચાલકે હમીરભાઈના મોટર સાયકલ પાછળ ઠોકર મારી તેઓને મોટર સાયકલ સાથે હડફેટે લેતા તેઓને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતા મોત થયું છે. ત્યાર બાદ તેઓએ હમીરભાઇને છકડો રીક્ષામાં સુવડાવી કુતિયાણા સરકારી દવાખાને લઈ આવી તેના મૃતદેહ પીએમ ની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ તેઓને જાણવા મળ્યું હતું કે અકસ્માત કરનાર બોલેરોનો ડ્રાઇવર રણછોડભાઈ નરશીભાઈ પરમાર (રહે.કેનેડી તા.કલ્યાણપુર)છે અને તે કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયો છે.પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.