મોરબીના માળીયા મીયાણા પોલીસસ્ટેશનની હદમાં પશુ આહારના કટ્ટાની આડમાં વિદેશી દારૂની ૭૨૧૩ બોટલ સહિત ૯૨ લાખ ૬૯ હજાર ૧૦૦નો મુદામાલ પકડાયો હતો જેમાં રાણપર ગામના શખ્સ નું નામ ખૂલ્યુ હતુ જેને પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે કોલીખડા-બખરલા રોડ પર આવેલા બ્રીજ નીચેથી પકડી લીધો છે.
મોરબી જિલ્લાના માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે રૂા. ૯૨ લાખ ૬૯ હજાર ૧૦૦નો મુદામાલ સહિત ૭૨૧૩ બોટલ વિદેશી દારૂ પકડી પાડયો હતો અને આ ગુન્હામાં પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરહદ પર આવેલા રાણપર ગામના ચુનારા વાડી વિસ્તારમાં રહેતા રાજુ આલા કોડીયાતર નામના શખ્શની સંડોવણી ખુલી હતી.
એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી ના આધારે કોલીખડા ગામથી બખરલા ગામ જતા દ્વારકા હાઇવેના બ્રીજ નીચેથી મોરબી જિલ્લાના માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો પ્રોહીબીશનના ગુન્હામાં ચાલુ તપાસના કામે પકડવાનો બાકી આરોપી રાજુ આલા કોડીયાતર ઉ.વ. ૨૪, રહે. રાણપર ગામના ચુનારા વિસ્તારની વાડીએ, દેવભૂમિ દ્વારકાવાળાને બી.એન.એસ.ની કલમ ૩૫(૧) મુજબ પકડી પાડી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાાતે સોંપી આપવામાં આવેલ છે તથા માળીયા-મિયાણા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે.















