Sunday, August 17, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં માનસિક અસ્વસ્થ મહિલા આપઘાત કરવા દરિયામાં કૂદે તે પહેલા જાગૃત નાગરિકે બચાવી

પોરબંદરમાં મહિલા આપઘાત કરવા દરિયામાં કૂદે તે પહેલા જાગૃત નાગરિકે બચાવી ૧૮૧ અભયમ ટીમ ને જાણ કરતા ટીમ દ્વારા તેનું કાઉન્સેલિંગ કરી પરિવારજનો સાથે મિલન કરાવાયું હતું.

પોરબંદર ચોપાટી પરથી એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન મા ફોન કરી એક મહિલા નિઃસહાય મળી આવી હોવાથી મદદ માટે બોલાવ્યા હતા આથી અભયમ ટીમ મહિલાની મદદ માટે તુરંત દોડી ગઈ હતી. અને જ્યાં જાગૃત નાગરિકે મહિલા દરિયામાં પડવા જતા હોવાથી તેને અટકાવ્યા હોવાનું જણાવ્યું હતું આથી ૧૮૧ ટીમે મહિલાનુ કાઉન્સેલિંગ કરતા મહિલા એ તેની માનસિક સ્થિતિ સારી ન હોવાથી ભુલથી અહિં પહોંચી ગઈ હોવાનું અને તેને ક્યાં જવુ એ કાંઈ ખબર પડતી ના હોવાના કારણે દરિયામાં પડી આત્મહત્યા કરવા જતી હોવાનું જણાવ્યું હતું.

આથી અભયમ ટીમ દ્વારા મહિલા ને આશ્વાસન આપી આત્મહત્યા કરવાના વિચાર માંથી બહાર લાવી હતી મહિલા એ જણાવ્યું હતું કે બોટાદ જીલ્લા ની રહેવાસી છે. અને પતિ તેમજ બાળકો સાથે રહે છે. જેથી મહિલા ના પતિ અને ભાઈ ના મોબાઈલ નંબર મેળવીને અભયમ ટીમે તેને ફોન દ્વારા મહિલા સુરક્ષિત હોવાની જાણ કરી હતી મહિલા ના પતિ એ એવું જણાવ્યું હતું કે પત્ની તેના પિયર ભાવનગર હતા ત્યાંથી કોઈને કહયા વગર કાલે બપોરના ઘરેથી નિકળી ગયેલા હતા.અને તેઓ તુરંત તેને લેવા માટે રવાના થયા હતા મહિલા ના પતી આવે ત્યાં સુધી ૧૮૧ ટીમે તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશરો આપ્યો હતો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે