પોરબંદરના કુંભારવાડા વિસ્તાર માં મહિલાના ગળામાંથી સોનાના બે તોલાના ચેનની ચીલ ઝડપ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના નવા કુંભારવાડામાં પાણીની ટાંકીવાળી ગલીમાં રહેતા મનીષાબેન રમેશ રાઠોડે (ઉ.વ.૫૮) નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત રાત્રે તેમના ઘરની નજીક આવેલી ડેરીએ દુધ લેવા ગયા હતા અને પાછા ફરતા હતા. ત્યારે ઘરની શેરીની અંદર ગયા એ સમયે પાછળથી એક અજાણ્યા શખ્શે તેઓને ધક્કો માર્યો હતો. અને ગળામાં પહેરેલો ૬૦,૦૦૦ રૂપિયાની કિમતનો બે તોલા સોનાનો ચેન ખેચીને નાસી ગયો હતો. આથી મનીષાબેને બુમાબુમ કરતા સ્થાનિકો એકત્ર થઇ ગયા હતા. ત્યાર બાદ મનીષાબેને સફેદ શર્ટ અને કાળા કલર જેવી લેંગી પહેરેલ આ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એ વિસ્તાર ના સીસીટીવી કેમેરા ના આધારે તપાસ હાથ ધરી છે.