પોરબંદર ના નવયુગ વિદ્યાલય ખાતે વયનિવૃત્ત શિક્ષકોનો પરંપરાગત વિદાય સન્માન સમારોહ યોજાયો હતો.
રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક અને સુવિખ્યાત કવિશ્રી દેવજી રામજી મોઢા દ્વારા સ્થાપિત અને નવયુગ એજયુકેશન સોસાયટી પોરબંદર દ્વારા સંચાલિત નવયુગ વિદ્યાલય ખાતે વયમર્યાદાના કારણે સેવા નિવૃત થતાં ત્રણ શિક્ષકોનો પરંપરાગત વિદાય સન્માન સમારોહ યોજીને તેઓને સેવાઓને બીરદાવવામાં આવી હતી.
શાળાના માઘ્યમિક વિભાગના ગણિત શિક્ષક વિજયભાઈ એ. મહેતા તથા ઉચ્ચ માઘ્યમિક વિભાગના ભાષા શિક્ષકો પરબતભાઈ એચ .ઓડેદરા અને શાંતિલાલ સી.અધેરાનો ભવ્ય વિદાય સન્માન સમારોહ ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં યોજાયો હતો. કાર્યક્રમના આરંભે શાળાના આચાર્ય તુષારભાઈ પુરોહિતે ઉપસ્થિત મહેમાનો નવયુગ એલુમની એસોસીયેશનના સભ્ય પી.વી.ગોહેલ, શાળાના ઉત્સાહી એલુમની તથા અખિલ ગુજરાત રઘુવીર સેના-પોરબંદરના સ્થાપક પ્રમુખ વિજયભાઈ ઉનડકટ, જે.સી.આઈ.-પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશીભાઈ ગોરાણીયા તથા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતુ.
ઉપસ્થિત સૌ મહેમાનોએ પ્રાસંગિક ઉદબોધન આપીને નિવૃત થતાં શિક્ષકોની સેવાઓને બીરદાવી તેઓનું ખાદી વસ્ત્ર ઓઢાડીને અને મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરેલ હતુ અને નિવૃત થતા તમામને 4િવૃત
જીવનની શુભકામનાઓ પાઠવી હતી. નિવૃત થતાં શિક્ષકોએ પોતાના સેવાકાળ દરમિયાનના યાદગાર સંભારણાઓને પોતાના વક્તત્વરૂપે રજૂ કરતાં સમગ્ર વાતાવરણ લાગણીસભર બની ગયેલ હતું.
અન્ય કાર્યક્રમોની વ્યસ્તતાને કારણે નવયુગ એજયુકેશન સોસાયટીના પ્રમુખ સામતભાઈ ઓડેદરા તથા મંત્રી હરીશભાઈ મહેતા ઉપસ્થિત ના રહી શકતા તેઓએ શુભેચ્છા સંદેશ પાઠવેલ હતો. વર્તમાન સમયમાં ખૂબ નજીક રહેલ ચૂંટણી પ્રક્રિયાઓની ફરજોમાં વ્યસ્ત એવા જિલ્લા શિક્ષણાધિકારી વી.એ.પરમાર, આર.જી.ટી.બી.એડ .કોલેજ તથા ડાયેટના પ્રાચાર્ય ડો. એ.વાય.રોઠોડ અને શાળાના વહિવટદાર નમ્રતાબા એ. વાઘેલા પણ ઉપસ્થિત ના રહી શકતા તેઓએ નિવૃત શિક્ષકો માટે ટેલીફોનીક શુભેચ્છા સંદેશ પાઠવેલ હતો. સમારોહનું સફળ સંચાલન શાળાના શિક્ષક અને કવિ ખીમેશભાઈ થાનકીએ તથા આભારવિધિ શાળાના સુપરવાઈઝર કે.જી.કોડીયાતરે કરેલ હતી.