માધવપુર નજીક ના પાતા ગામે શિક્ષક ને આચાર્ય નો ચાર્જ સોપવામાં આવતા કામ ના ભારણ થી કંટાળી આપઘાત કર્યો છે.
પોરબંદર સહિત રાજ્યભરના શિક્ષકો પાસે વધારા નું કામ લેવામાં આવતું હોવાની અનેક રજૂઆત બાદ પણ સ્થિતિ યથાવત છે ત્યારે કામના ભારણને કારણે પાતા ગામના શિક્ષક કે જેઓને ત્રણ મહિનાથી આચાર્યનો ચાર્જ સોંપાતા કામના વધુ પડતા ભારણને લીધે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે જે બનાવ અંગે તેમના પિતા ભીખાભાઈ પરમાર(ઉવ ૭૩ રે ક્લાધારી વિસ્તાર ,શીલ)) નામના વૃદ્ધે માધવપુર પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ તેમના પુત્ર હિતેષ પરમાર(ઉ.વ.૫૨) કે માધવપુરની મધુવન પાર્ક સોસાયટીમાં રહેતા હતા,અને પાતા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા ત્રણ મહિનાથી તેઓને આચાર્ય તરીકેની ફરજ પણ સોંપવામાં આવી હતી. જેથી કામના વધુ પડતા ભારણને લીધે તેઓ કંટાળી ગયા હતા અને ઘરે જ તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે બનાવ ના પગલે માધવપુર પંથક માં અરેરાટી વ્યાપી ગઈ છે તો શિક્ષણ જગત માં પણ ચકચાર મચી છે