ગુજરાત માં નવી રચનાર સરકારમાં માઈન્સ ડીપાર્ટમેન્ટ માટેનો સ્વતંત્ર હવાલો જરૂરી છે. અને તેના કારણે માઈન્સ ઉદ્યોગના પ્રશ્નો સરળતાથી હલ કરી શકાશે તેવી પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ દ્વારા કરાઈ છે.
પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના પુર્વ પ્રમુખ પદુભાઈ રાયચુરાએ જણાવ્યું છે કે, ગુજરાતનાં સૌરાષ્ટ્ર-કચ્છ એ અનેક મીનરલોથી સમૃધ્ધ પ્રદેશ છે. અને જયાં લાઈમ સ્ટોન, બોકસાઈટ, ફાયરકલે, ચાઈનાકલે જેવા અનેક કીમતી ખનીજો મળી આવે છે. એક એવો અંદાજ છે કે માત્ર સૌરાષ્ટ્ર-કચ્છના આ ખાણ ઉદ્યોગો અને તેના આધારિત અનેક સીમેન્ટ પ્લાન્ટ, સોડા એશ, ફાયર બ્રિકસ, ટાઈલ્સ, કેલ્સીનેશન, રીફેક્ટરીઝ, કપચી, રેતી, બિલ્ડીંગ સ્ટોન વિગેરેનું વાર્ષિક ટર્ન ઓવર ૫૦ હજાર કરોડ જેટલું થવા જાય છે.
છેલ્લે ગુજરાત સરકારમાં રોહીતભાઈ પટેલ રાજય સરકારમાં સ્ટેટ લેવલનાં માઈન્સ મિનીસ્ટર હતા. ત્યાર બાદ વિજયભાઈ રૂપાણી તથા વર્તમાન મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલનાં આ આશરે છ વર્ષના સમય દરમીયાન સ્ટેટ લેવલનાં કોઈ જ મિનિસ્ટરના હોવાથી આશરે ૨૦૦૦ થી વધુ ખાણ માલિકો માત્ર ને માત્ર અધિકારીઓનાં આદેશોને માન્ય કરી લેવા લાચાર બની ગયા છે. રાજય સરકારને કરોડોની રોયલ્ટીની આવકો આપી શકતા અત્યંત જરૂરી ખાણ ઉદ્યોગનાં કાર્યો અતિ ઢીલમાં ચાલી રહ્યા છે અને તેનું કારણ એ છે કે માઈન્સ ડીપાર્ટમેન્ટનો પુરો હવાલો માત્ર મુખ્ય પ્રધાનની પાસે હોવાથી પ્રશ્નો હંમેશા લટકતા પડી રહે છે.
કેમ કે સી.એમ. પાસે અનેક પ્રવૃતિઓ, કાર્યો હોવાથી તેઓ સહેલાઈથી મળી શકતા નથી.આ સંજોગોમાં પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બરની માંગણી છે કે નવી રચાતી રાજય સરકારમાં માઈન્સ ડીપાર્ટમેન્ટ માટે સ્વતંત્ર હવાલો અથવા ડેપ્યુટી-સ્ટેટ લેવલનાં મિનીસ્ટરની જો નિમણુંક થશે તો રાજય સરકારને જબ્બર આવક આપતા, હજારો લોકોને રોજગારી આપતા આ ઉદ્યોગને પોતાનાં પ્રશ્નો હલ કરવામાં સરળતા રહેશે. તેથી આ મુદે યોગ્ય કરવા પદુભાઈ રાયચુરાએ રજૂઆત માં જણાવ્યું છે.