પોરબંદરના કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતા મિતાંશુ દાસાણીએ સ્કેટીંગમાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ જીત્યો છે.
પોરબંદર સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિતાંશુ હિતેશભાઇ દાસાણીએ તાજેતરમાં અંડર-૧૪ કેટેગરીમાં ઓપન સાઇટ સ્કેટીંગની સ્પર્ધામાં ગુજરાત લેવલે પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ જીત્યો છે.
આ સિધ્ધિ મેળવી પોરબંદરનું ગૌરવ વધાર્યુ છે.આ સ્પર્ધા અમદાવાદ ખાતે રિજનલ સ્પાર્સ મીટ ૨૦૨૨ તરીકેનું આયોજન કરાયું હતું જેમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. જેમાં મિતાંશુ હિતેશભાઇ દાસાણીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. મીતાંશુ એ ગોલ્ડ મેડલ જીતીને કેન્દ્રીય વિદ્યાલય પોરબંદર તથા પોરબંદર શહેરનું નામ રોશન કર્યુ છે. ત્યારે તેને સ્કૂલના પ્રિન્સીપાલ તથા શિક્ષકો અને સમાજમાંથી શુભેચ્છાઓની વર્ષા થઇ છે.
