નાગરિકોને મૂળભૂત રીતે મુખ્ય પાયાની જરૂરિયાતમાં આરોગ્ય,રહેઠાણ અને ભોજનનો સમાવેશ થાય છે. નાગરિકોના જીવનમાં સુખાકારી વધે તેમજ ગરીબ તથા મધ્યમ નાગરિકોને પણ સસ્તા દરે આરોગ્યની સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવેલ છે. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જન જન સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ છે.
પોરબંદર જિલ્લામાં પણ નાગરિકો વધુમાં વધુ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત કાર્ડ કઢાવે તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે. તા. ૧૦ સપ્ટેમ્બરથી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન સવારે ૧૦ કલાકથી સાંજના ૦૫ કલાક સુધી પોરબંદર જિલ્લામાં વિવિધ સ્થળોએ આયુષ્માન કાર્ડ કાઢી અપાશે.
જેમાં સુભાષનગર અર્બન હેલ્થ સેન્ટર અંતર્ગત સુભાષનગર પ્રાથમિક શાળા ખાતે તા.૧૦ અને તા.૧૧ તેમજ બાલમંદિર ખાતે તા.૧૨ અને તા.૧૩ નાં રોજ તથા ઓમકારેશ્વર મંદિર ખાપટ ખાતે તા.૧૦થી તા.૧૩ સુધી, શીતળાચોક અર્બન હેલ્થ સેન્ટર અંતર્ગત રત્નાકર હોસ્પિટલ તથા ખત્રી જમાત ખાના ખાતે, કડિયાપ્લોટ અર્બન હેલ્થ સેન્ટર અંતર્ગત બ્લોક હેલ્થ ઓફિસ તેમજ ખડા પ્રાથમિક શાળા, છાયા અર્બન હેલ્થ સેન્ટર અંતર્ગત નરસંગ ટેકરી સબસેન્ટર તેમજ નવી નગરપાલિકા બિલ્ડિંગ ખાતે તથા રાણાવાવ અર્બન હેલ્થ સેન્ટર અંતર્ગત આદિત્યાણા નગરપાલિકા તેમજ રાણાવાવ નગરપાલિકા ખાતે તથા કુતિયાણા અર્બન હેલ્થ સેન્ટર અંતર્ગત મહેર સમાજ કુતિયાણા અને તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત કાર્ડ કાઢી તા.૧૦ સપ્ટેમ્બરથી તા.૧૩સપ્ટેમ્બર સુધી કાઢી આપવામાં આવશે.
આ કેમ્પમાં નવા આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે તેમજ “મા અમૃતમ કાર્ડ” તથા “માં વાત્સલ્ય કાર્ડ”થી નવું આયુષ્માન કાર્ડ કાઢી અપાશે. તેમજ જરૂરી દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ અને રાશન કાર્ડ સાથે લઈ આવવાનું રહેશે.