કુતિયાણા ના બાવળાવદર ગામે સિંગર યુવતી એ પ્રેમી યુવાન સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથક માં અરેરાટી વ્યાપી છે. વેલેન્ટાઇન વિક ના મહિના માં જીલ્લા ના પ્રેમી પંખીડા ના આપઘાત નો આ બીજો બનાવ છે.
બાવળાવદર રહેતા કેશુભાઈ મુંજાભાઈ સોંદરવા(ઉવ ૫૨)એ કુતિયાણા પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ તેની પુત્રી ભારતી (ઉવ.૨૪) ને તેના જ પડોશ માં રહેતા કેતન જેન્તીભાઈ ખાણીયા (ઉ.વ. ૨૩) સાથે પ્રેમસંબંધ હતો. અને તેઓ બંને સાથે રહી શકે તેમ નહીં હોવાથી બન્નેને મનમાં લાગી આવ્યું હતું. અને બન્ને એ કેશુભાઈ ના નાનાભાઈ રામજીભાઇ મુંજાભાઈના ઘરે સાડીથી ગળાફ્રાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે.
બનાવની જાણ થતા પરિવારજનો દોડી ગયા હતા અને મૃતદેહની પી.એમ. સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ માં એવું સામે આવ્યું હતું કે ભારતી ઘણા વરસો થી ગાયક કલાકાર તરીકે પણ વિવિધ કાર્યક્રમ માં પોતાની કળા દર્શાવતી હતી.ઉપરાંત ભીમ ભજનો થી તેણીએ નાની ઉમર માં સારી એવી ખ્યાતી પ્રાપ્ત કરી હતી. તો કેતન ખેતમજુરી કરતો હોવાનું જાણવા મળે છે.
અને કેતનના પરિવારજનો દ્વારા તેની અન્ય સ્થળે સગાઈ ની વાતચીત ચાલુ હોવાથી બન્ને એક થઇ શકે તેવું શક્ય ન જણાતા ભારતી એ ગઈ કાલે તેના કાકા રામજીભાઈ ના ઘર ની સફાઈ કરવા જતી હોવાનું જણાવી ઘરે થી નીકળી હતી. અને કેતન ને પણ જાણ કરતા કેતન પણ ત્યાં પહોંચ્યો હતો. અને બન્ને એ ત્યાં જ સાડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ બનતા સમગ્ર પંથક માં અરેરાટી વ્યાપી ગઈ છે ઉલ્લેખનીય છે કે, પોરબંદર પંથકમાં વેલેન્ટાઇન વિક ના ફેબ્રુઆરી માસ માં છેલ્લા ૧૫ દિવસમાં જ પ્રેમીપંખીડાઓના આપઘાતનો આ બીજો બનાવ છે. થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશથી નાસીને આવેલા તરૂણી અને યુવાને ઝેરી દવા પીને અને તળાવમાં પડીને આપઘાત કરી લીધો હતો. ત્યારે વધુ એક બનાવ બનતા ચકચાર મચી છે.