ડો. વી. આર. ગોઢાણિયા મહિલા કોલેજમાં ૩૧ ડિસેમ્બર,૨૦૨૨ ની ઉજવણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કરવામાં આવી હતી. જેમાં વિશ્વભરમાં જેને સંપૂર્ણ પોષાક અને ગૌરવશાળી પોષાક તરીકે ગણવામાં આવેલ છે. તેવા સારા પોષાકની ‘સાડી સ્પર્ધા’ ભરતમુની રંગમંચ પાસે સંગીતની સુરાવલીઓ સાથે વિધાર્થીનીઓની બહોળી ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
સૌ પ્રથમ દરેક ડિપાર્ટમેન્ટવાઈઝ પ્રતિસ્પર્ધીઓને ભરતમુની રંગમંચ પાસે ૪–૪ ની જોડીમાં બોલાવી, કેટવોક કરાવી દરેક ડિપાર્ટમેન્ટમાંથી નિર્ણાયકો દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર આપવામાં આવ્યા હતા. આ માટે હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટમાંથી પ્રાધ્યાપક નાથીબેન રાજશાખા અને ટીમ, કોમર્સ ગુજરાતી માધ્યમ માટે પ્રાધ્યાપક ભાવિકાબેન ગોહેલ અને ટીમ તથા આર્ટસ ડિપાર્ટમેન્ટ માટે પ્રાધ્યાપક કાજલબેન ખુંટી અને ટીમ દ્વારા નિર્ણાયક તરીકેની કામગીરી કરવામાં આવી હતી.
હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટમાંથી દક્ષા સાગઠીયા પ્રથમ, બંસી કોટેચા દ્વિતીય અને હંસના સાગઠીયા તૃતિય સ્થાન, કોમર્સ ડિપાર્ટમેન્ટમાંથી જોષી હેમાંગી પ્રથમ, મોતીવરસ કશીશ દ્વિતીય અને બાદરશાહી પૂજા તૃતિય સ્થાન અને આર્ટસ ડિપાર્ટમેન્ટમાંથી ડિપાર્ટમેન્ટમાંથી કુછડીયા મનીષા પ્રથમ, જેઠવા જાનવીબા દ્વિતીય અને માઢક નિશા—તૃતિય સ્થાન મેળવ્યું હતું.
આ રીતે સમગ્ર કોલેજમાંથી ફાઈનલ ૯ પ્રતિસ્પર્ધીઓને ફરીવાર આજના ગ્રાન્ડ ફીનાલેના નિર્ણાયક તરીકે શ્રીમતી જે. વી. ગોઢાણિયા ગર્લ્સ હાઈસ્કૂલના (ગુજરાતી માધ્યમ) પ્રિન્સીપાલ શ્વેતાબેન રાવલ દ્વારા કોલેજ ફર્સ્ટ જોખી હેમાંગી, રનર્સ અપ મોતીવ૨સ કશીશ અને સેક્ન્ડ રનર્સ અપ જેઠવા જાનવીબા નક્કી કરવામાં આવ્યા હતા. આ ઈનામ વિતરણ સમારંભમાં એકેડમીક ટ્રસ્ટી હિનાબેન ઓડેદરા, ઈન્ચાર્જ પ્રિન્સીપાલ કેતનભાઈ શાહ, ગ્રાન્ડ ફીનાલેના નિર્ણાયક શ્વેતાબેન રાવલના હસ્તે વિદ્યાર્થીનીઓને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની સફળતા માટે શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણિયા, એકટીવ ટ્રસ્ટી ભરતભાઈ વિસાણા, જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરલાલ ભરડાએ અભિનંદન આપ્યા હતા..

