Sunday, September 8, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે પીજીવીસીએલના જોઈન્ટ એમડી દ્વારા ગ્રામ્ય વિસ્તાર ના વીજ પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજાઈ

પોરબંદર ખાતે પીજીવીસીએલનાં જોઈન્ટ એમડી દ્વારા ગ્રામ્ય કચેરી હેઠળ ના વીજપ્રશ્નો અંગે સમીક્ષા બેઠક નું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી.

પીજીવીસીએલના જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર શ્રીમતી પ્રીતિ શર્મા દ્વારા પોરબંદર(ગ્રામ્ય) વિભાગીય કચેરી હેઠળના વીજ પ્રશ્નો અંગે જીલ્લા પદાધીકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજેલ હતી. જેમાં પોરબંદરના ધારાસભ્ય તથા માજી કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોપાલભાઈ કોઠારી, જીલ્લા પંચાયતના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રમેશભાઈ ઓડેદરા, પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ કેશવલા, રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ સામતભાઈ મોઢવાડિયા, કુતિયાણા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ મસરીભાઈ ખુંટી તેમજ રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જીવીબેન ઓડેદરા, તેમજ જીલ્લા પંચાયતના સદસ્યો અને મહાનુભાવો તેમજ વાનાણા જી.આઈ.ડી.સી. એશોસિએશનના પ્રમુખ દિલીપભાઈ સુંડાવદરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા.

બેઠકમાં પીજીવીસીએલની તમામ પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેરો, પોરબંદર ગ્રામ્ય વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર કામાણી તથા પોરબંદર ના અધિક્ષક ઈજનેર ડી. બી. કોડીયાતર તેમજ વર્તુળ કચેરીના નાયબ ઈજનેરો ઉપસ્થિત રહેલ હતા.

સદર સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત લોકપ્રતિનિધિઓ દ્વારા બગવદર સબ ડીવીઝનના વિભાગ કરી અને બોખીરા ખાતે નવું સબ ડીવીઝન મંજુર કરવા તેમજ વિસાવાડા અને ભોમીયાવદર ૬૬ કેવી સબ સ્ટેશન ખાતે નવી મીની મેન્ટેનન્સ ટીમ મંજુર કરવા, ૬૬કેવી શીંગડા અને રાણા રોજીવાડાની કામગીરી પૂર્ણ કરી ઝડપથી શરૂ કરવા, વીજ ફોલ્ટ માટે કોસ્ટલ ખાતે કાયમી વધારાની ટીમ ફાળવવી, છાત્રાવા જ્યોતિગ્રામ ફીડરનું વિભાજન કરવું, લો વોલ્ટેજના પ્રશ્નો હોય તેવા ગામમાં નવા ટ્રાન્સફોર્મર મુકવા, તેમજ ખેતીવાડી વીજ જોડાણની કામગીરી ઝડપથી કરાવવી, લાઈનો માલસામાન તથા ટ્રાન્સફોર્મર પોરબંદર જીલ્લા માટે વધુ ફાળવવા ખેડુતોના વીજફોલ્ટ તથા બળેલા ટ્રાન્સફોર્મર સમયસર બદલવા, તેમજ વનાણાજી.આઈ.ડી.સી ખાતે નવું ૬૬કેવી સબ સ્ટેશન મંજુર કરવું અને વનાણા જી.આઈ.ડી.સી. ખાતે વધારાનો કાયમી સ્ટાફ ફાળવવો તેમજ અન્ય વીજળીને લગતી સમસ્યાઓ અંગેની રજુઆતો કરવામાં આવેલ હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે