Thursday, April 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે પુરવઠા રાજ્ય મંત્રી ની ઉપસ્થિતિ માં જિલ્લા પુરવઠા તંત્રની સમીક્ષા બેઠક યોજાઇ

આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકો સુરક્ષા વિભાગના ગુજરાત રાજ્યના મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તાજાવાલા હોલ પોરબંદર ખાતે જિલ્લા પુરવઠા તંત્રની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં મંત્રીએ જિલ્લાના એફપીએસ તેમજ પેટ્રોલપંપ ડીલર્સ એસોસિએશનના હોદ્દેદારો સાથે વાર્તાલાપ કરવાની સાથે તેમના પ્રશ્નો સાંભળીને સમસ્યાનું નિવારણ લાવવા ખાતરી આપી હતી. તથા કોરોના કાળ દરમિયાનની અનાજ વિતરણ સંચાલકોની કામગીરીને બિરદાવી હતી.

આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવીને સસ્તા ભાવે સારી ક્વોલિટીનું અનાજ મળી રહે તે માટે સરકારની યોજનાની અમલવારી સંચાલકો દ્વારા સારી રીતે કરવામાં આવે છે.
કોરોના કાળ દરમિયાન ડીલર્સ એસોસિએશનની મદદથી લાંબા સમય સુધી મફત અનાજ મળી રહે તેવી સુવ્યવસ્થા ગોઠવી હતી. અનાજ વિતરણ વ્યવસ્થાની નીતિથી છેવાડાના અને ગરીબ વ્યક્તિઓ સુધી અનાજ પહોંચી રહ્યું છે. સરકારી સસ્તું અનાજ એટલે ખરાબ હોય એવી છાપ સરકારે દૂર કરીને લાભાર્થીઓને સસ્તું અને ગુણવત્તાયુક્ત અનાજ વિતરણ કરવામાં આવે છે. કોરોના કાળમાં દુકાનદારોએ સરકારના નિયમોનું પાલન કરી વ્યવસ્થિત વિતરણ યોજના ગોઠવી સફળ કામગીરી દર્શાવી હતી. આ માટે હું તમામ વિતરણ કર્તા અને જિલ્લા પુરવઠા વિભાગને અભિનંદન પાઠવું છું. અનાજ પર ડીલરના કમિશનમાં વધારો કરી રૂ.૧૦૮ની જગ્યાએ રૂ.૧૫૦ કર્યા છે. ઉજ્જવલા યોજના અંતર્ગત પોરબંદર જિલ્લામાં ૪૧ હજારથી વધારે કનેક્શન આપીને રસોડાને ધૂમાડા મુક્ત કર્યા છે.

ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ કહ્યું કે, જિલ્લાના ૨૧૧ અનાજ વિતરણ કેન્દ્રો પર અનાજ પહોંચે તે માટે રાણાવાવ, કુતિયાણા અને પોરબંદર ખાતે અનાજ સંગ્રહના મોટા ગોડાઉન આવેલા છે. સરકારની આ વિતરણની યોજનાથી જિલ્લામાં ૮૦ હજારથી વધુ રાશનકાર્ડ ધારકોને સસ્તાભાવે અનાજ મળે છે.કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા પુરવઠા અધિકારી હિરલ દેસાઈએ કરી હતી.આ તકે જિલ્લા કલેકટર અશોક શર્મા FPSના સંચાલકો, ગેસ એજન્સી તેમજ પેટ્રોલ-ડીઝલપંપના સંચાલકો અને જિલ્લાના જુદા-જુદા એસોસિએશનના વડાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે