Sunday, September 8, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના બરડા ડુંગરમાં આવેલ ફુવારા નેશ વિસ્તરમાં સગર્ભા મહિલાનું ટ્રકથી રેસ્ક્યુ કરાયું:જરૂર જણાયે હેલિકોપ્ટર પણ રેસ્ક્યુ નો તંત્ર નો દાવો

પોરબંદર ના બરડા ડુંગર માં આવેલ ફુવારા નેસ વિસ્તાર માં સગર્ભા નું ટ્રક થી રેસ્ક્યુ કરાયું હતું અને અતિ ભારે વરસાદ ની સ્થિતિ માં પ્રસુતા બહેનોનું જોખમ જણાશે તો હેલિકોપ્ટર થી પણ રેસ્ક્યુ કરવાનો આરોગ્ય તંત્ર એ દાવો કર્યો છે.

પોરબંદર આરોગ્ય વિભાગની ટીમ અતિ ભારે વરસાદમાં સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી લઈ રહી છે. રાણાવાવ તાલુકાના બરડા ડુંગર ફુવારા નેશ વિસ્તારમાં એક સગર્ભા બહેનને પ્રસુતિનો દુખાવો થતાં તેમને હોસ્પિટલે ખસેડવાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી. જેથી અતિ ભારે વરસાદમાં માર્ગ ઉપર વાહન વ્યવહાર ખોવાયેલો હોય ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી બી.બી. કરમટાની ટીમ સતત સંપર્કમાં રહી આ મહિલાને હોસ્પિટલને પહોંચાડવાની વિશેષ કાળજી લીધી હતી. બરડા ડુંગરના ફુવારા નેશ વિસ્તારમાં એક સગર્ભા મહિલાને તાલુકા હેલ્થ ઓફિસર, મામલતદાર અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ટ્રક મારફતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાણાવાવ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફત પોરબંદરની હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા છે. અને અહીં સગર્ભા બહેનને સલામત રીતે પહોંચાડાતા હાલ તેઓ સ્વસ્થ હોવાનું જણાવવામાં આવ્યું છે.

જરૂર જણાયે હેલિકોપ્ટર થી પણ રેસ્ક્યુ નો તંત્ર નો દાવો

પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદની સ્થિતિમાં પ્રસુતા બહેનોનું જોખમ જણાશે તો હેલિકોપ્ટરથી પણ રેસક્યુ કરાશે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી બી.બી. કરમટા દ્વારા જણાવવામાં આવ્યું છે. ગત તારીખ ૧૯ જુલાઈએ નોંધાયેલ ૧૧૦ બહેનો માંથી ૩૭ બહેનોની પ્રસુતિ થઈ છે, ૧૦ બહેનોને સલામત સ્થળોએ શિફ્ટ કરાયા અને ૭ બહેનો અન્ય જિલ્લામાં હોવાનું જણાવ્યું હતું.

પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. અવિરત પણે વરસાદ પડી રહ્યો હોવાથી પોરબંદર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પાણી ભરાયાં છે. જેના પગલે અમુક રસ્તા બંધ થઇ ગયા છે. ખાસ કરીને ઘેડ પંથકમાં મોટા ભાગના ગામડામાં જવું મુશ્કેલ બન્યું છે. અને ગામડાઓ તરફ જતા રસ્તા ઉપર પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. વાહન વ્યવહારને અસર થયેલ હોવાથી પોરબંદર જિલ્લામાં જે સગર્ભા બહેનો છે, તેમની સલામતી માટે આરોગ્ય વિભાગનું તંત્ર એલર્ટ છે. ગત તારીખ ૧૯ જુલાઈના થી તા. ૩૧/૦૭/૨૦૨૪ સુધીમાં કુલ ૧૧૦ બહેનોની પ્રસુતિ થનાર હતી, જેમાંથી ઘેડ વિસ્તારની ૧૬ બહેનોની યાદી તૈયાર કરવામાં આવી હતી. ૩૭ સગર્ભા બહેનોની તા. ૨૨/૭/૨૦૨૪ સુધીમાં પ્રસુતિ સરકારી/ખાનગી હોસ્પીટલમાં સલામત રીતે થઇ છે, જયારે ૭ બહેનો પોરબંદર જિલ્લાની બહાર છે. તેઓને ટેલીફોનીક સંપર્ક કરતા તેઓ અન્ય જિલ્લામાં સલામત સ્થળે છે તેવુ જણાવાયું છે. બાકીના ૬૬ સગર્ભા બહેનો હાલ સલામત સ્થળ પર છે.

આરોગ્ય વિભાગના ડીસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડો. ક્રિષ્નાબેન ગરચરના જણાવ્યા મુજબ ગત તા. ૧૯ જુલાઈના ૧૧૦ માંથી ૧૨ બહેનોની પ્રસૂતિ થઈ હતી, અને ૩ બહેનો અન્ય જિલ્લામાં સલામત હતા. તેમજ તા. ૨૦ ના ૯૫ બહેનો માંથી ૧૫ બહેનોની પ્રસૂતિ થઈ હતી, અને બે બહેનોને સલામત સ્થળોએ શિફ્ટ કરાયા હતાં. તેમજ તા. ૨૧ ના ૭૯ માંથી ૭ બહેનોની પ્રસૂતિ થઈ હતી, અને બે બહેનોને સલામત સ્થળોએ શિફ્ટ કરાયા હતાં. તારીખ ૨૨ જુલાઈના બપોરની સ્થિતિ મુજબ ૭૨ બહેનો માંથી ૩ બહેનોની પ્રસૂતિ થઈ હતી, અને ૬ બહેનોને સલામત સ્થળોએ શિફ્ટ કરાયા હતા. હાલ ૬૬ પ્રસુતા બહેનો ઉપર જિલ્લા આરોગ્ય વિભાગના તંત્રની સતત દેખરેખ છે. તમામ સગર્ભા બહેનોના આરોગ્ય વિભાગના કર્મચારી સંપર્કમાં છે. તમામ સગર્ભાને કોઇ પણ મદદની જરૂરીયાત લાગે તો ટેલીફોનીક સંપર્ક રહેવા જણાવ્યું છે. દરેક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ/૧૦૮ વાહન સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી. બી. કરમટાએ એવું જણાવ્યું હતું કે ઇમરજન્સીમાં સગર્ભા બહેનો માટે જ્યાં પાણી હોય, અને વાહન વ્યવહાર ખોરવાયેલ હોય ત્યાં તેમજ ઘેડ પંથકમાં કોષ્ટગાર્ડ અને નેવીના સંપર્ક રહી હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાશે. આમ, અતિ ભારે વરસાદની સ્થિતિમાં પ્રસુતા બહેનોની સલામતી માટે આરોગ્ય વિભાગનું તંત્ર સતત કાર્યશીલ છે. અને ભારે વરસાદમાં કોઈ પણ પ્રકારનો અઇરછનિય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

૦૦૦

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે