પોરબંદર ના બરડા પંથક ના વીજ પ્રશ્નો નું નિરાકરણ લાવવા મજીવાણા ગામે પીજીવીસીએલનું નવું સબ ડીવીઝન અને શીંગડા ગામે ૬૬ કેવી સબ સ્ટેશન કાર્યરત કરવા ભાજપ અગ્રણીએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.
પોરબંદર જીલ્લા ભાજપ બક્ષીપંચ સેલ ના મંત્રી માલદેભાઈ કરશનભાઈ ઓડેદરા એ ઉર્જા મંત્રી ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે બગવદર ગામના સબ ડિવિઝન માંથી મજીવાણા ગામ માં વિભાજન કરી નવું સબ ડિવિઝન મંજુર કરવાની માંગણી અન્વયે કાર્યવાહી કરવાની ખાતરી ને ઘણો સમય વીતી ગયો હોવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. બગવદર સબ ડિવિઝન માં એવા પ્રકારના કન્ઝયુમર છે. જેઓ વાડી વિસ્તારમાં પાકા મકાન બનાવીને રહે છે. તેઓ વાડી વિસ્તારમાં વસવાટ કરતા હોવાથી જ્યોતીગ્રામ યોજનાની જેમ 24 કલાક સિંગલ ફેઝ પાવરની જરૂર રહેતી હોય છે. બગવદર સબ ડિવિઝન 80 થી 90 કિલોમીટર માં એરિયામાં લાગુ પડતું હોવાથી ઇમર્જન્સી ફોલ્ટ કરવા જતા પણ બે ત્રણ કલાક સિવાય ફોલ્ટ રિપેર ન થઈ શકતો હોવાથી ફીડરો લાંબો સમય સુધી ફોલ્ટમાં રહે છે. જેથી સ્પેશિયલ કેસમાં બાય ફર્ગેસન કરીને મજીવાણા ખાતે નવું સબ ડિવિઝન મંજૂર કરવા રજૂઆત માં જણાવ્યું છે. વધુ માં એવું પણ જણાવ્યું છે કે શીંગડા ગામે ૬૬ કેવી સબ સ્ટેશન નું કામ પૂર્ણ થઇ ગયું હોવા છતાં કાર્યરત કરાયું નથી. બગવદર ૬૬ કેવી સબ સ્ટેશન માં લોડ વધારે હોવાથી શીંગડા સબ સ્ટેશન વહેલીતકે કાર્યરત કરવા માંગ કરી છે.