પોરબંદર નજીકના નાના એવા કુણવદર ગામના વતની અને ઘણા વર્ષોથી લેસ્ટર વસતા મહેર સમાજના અગ્રણીની ઇંગ્લેન્ડના સતાધારીપક્ષમાં સંસદીય વિસ્તારના ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવતા ખુશીની લાગણી જોવા મળી છે અને પોરબંદર પંથકના મહેર સમાજના આગેવાનોથી માંડીને રાજકીય અગ્રણીઓએ પણ તેમને શુભેચ્છા પાઠવી છે.
પોરબંદર તાલુકાના કુણવદર ગામના વતની અને પારિવારીક સ્નેહી પરિવારના રાજશીભાઇ કારાવદરાના પુત્ર રમેશભાઇ કારાવદરાની ઇંગ્લેન્ડના સતાધારી પક્ષ કોન્ઝવર્ટીવ પાર્ટીએ લેસ્ટર (ઇસ્ટ) સંસદીય વિસ્તારના ઓફિસર તરીકે નિમણુંક કરી છે. ઇંગ્લેન્ડની અંદર મેમ્બર ઓફ પાર્લામેન્ટના ઉમેદવાર નક્કી કરવામાં કાઉન્સીલરના ઉમેદવાર નક્કી કરવામાં પક્ષનો અભિપ્રાય મોટાભાગે ફાઇનલ હોય છે. ત્યારે રમેશ કારાવદરાએ સતાધારીપક્ષે આપેલી નિમણુંકની હેસિયતથી લેસ્ટ ઇસ્ટ સંસદીય મત વિસ્તારના મેમ્બર ઓફ પાર્લામેન્ટના ઉમેદવારની પસંદગીમાં ટુંક સમયમાં આવનારી પાર્લામેન્ટની ચુંટણીમાં તેનો રોલ મહત્વપૂર્ણ હશે.કુણવદર જેવા નાનકડા ગામમાં જન્મીને ઇંગ્લેન્ડની ધરતીમાં આવો મહત્વપૂર્ણ હોદો સતાધારી પક્ષ કોન્ઝર્વેટીવ પાર્ટીમાં મળવા બદલ સમગ્ર પોરબંદર એરીયા આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. તેમ જણાવીને તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
લેસ્ટરમાં રહેતા મૂળ પોરબંદર જિલ્લાના અને ગુજરાતી પરિવારોને કોન્ઝર્વેટીવ પાર્ટીના સભ્ય બનીને પરિવારોને આપણો મુળ ભારતીય-ગુજરાતી-પોરબંદર પરિવારમાંથી આવનારી ચુંટણીમાં સતાધારી પક્ષના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં સરળતા રહે એ માટે વધારેમાં વધારે સંખ્યામાં કોન્ઝવર્ટીવ પાર્ટીમાં ૨૫ પાઉન્ડ ભરીને સભ્ય થવા માટે પોરબંદર જિલ્લાના સામાજિક આગેવાન અને કોંગ્રેસપક્ષના રામદેવ મોઢવાડીયાએ અભિનંદન પાઠવ્યા હતા.ભાણેજ જમાઇ તરીકે સમસ્ત મોઢવાડા ગામે રમેશભાઇ કારાવદરાને અભિનંદન પાઠવ્યા હતા અને વિદેશની ધરતી ઉપર મહેર સમાજના નામનો ડંકો વગાડનારા રમેશભાઈ કારાવદરાને રાજકીય ક્ષેત્રે વધુ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પણ પોરબંદર પંથકમાંથી આપવામાં આવી છે.