કુતિયાણા નજીક ચૌટા ચેકપોસ્ટ પાસે કાર ચાલકે ઠોકર મારતા બાઈક ચાલક આધેડ નું મોત નીપજ્યું છે.
કુતિયાણા ના ચૌટા ગામે રહેતા નિલેશ ભીખાભાઈ મારુ(ઉવ ૪૦) નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના પિતા ભીખાભાઈ માલદેભાઈ મારુ બાઈક પર ચૌટા ચેકપોસ્ટ પાસે આવેલ રામભાઈ ચનાભાઈ ચંદ્રાવાડીયા ની વાડીએ મગફળી કાઢવાનું ઓપનર મશીન ચાલુ કરાવવા માટે ગયા હતા. અને ચોટાના પુલ નજીક પહોંચ્યા ત્યારે તેના બાઈકને સફેદ રંગની કારના ચાલકે ઠોકર મારી દેતા ભીખાભાઈ ને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેઓનું મોત નીપજ્યું હતું કાર ચલાવનાર પોરબંદરનો પિયુષ સવદાસ ઓડેદરા નામનો શખ્સ હોવાનું બહાર આવ્યું હતું. તેથી પિયુષ સામે બેફિકરાઇથી કાર ચલાવીને પિતાનું મોત નીપજાવ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.