Thursday, September 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં વિદેશી દારૂની ૧૪૦૪ બોટલ ભરેલો બોલેરો સાથે શખ્શ ઝડપાયો

પોરબંદરના બોખીરા વિસ્તાર માં પોલીસે બોલેરો માંથી ૧૪૦૪ બોટલ વિદેશી દારૂ સાથે શખ્શ ને ઝડપી લીધા બાદ દારૂ નો આ જથ્થો મંગાવનાર નું પણ નામ ખુલતા તેની સામે પણ ગુન્હો નોંધાયો છે.

પોરબંદર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે બોખીરા વિસ્તાર માં કે. કે. નગર થી આવાસ તરફ જતા રસ્તે એક બોલેરો વાનમાં દારુ ની હેરાફેરી થવાની છે. જેથી પોલીસે વોચ ગોઠવી ત્યારે બોખીરાની કન્યાશાળા પાસે રબારી કેડામાં રહેતો લાખા જીવા મારું બોલેરો લઈને પસાર થતા પોલીસે તેને અટકાવી બોલેરો ની તલાસી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડનો ૧૪૦૪ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે પાંચ લાખનો બોલેરો અને રૂ ૩,૪૯,૬૦૦ ની કીમત નો દારૂ મળી ૮,૪૯,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને લાખા ની પૂછપરછ કરતા આ દારુ રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ રહેતા નાગા કિશા મકવાણા એ મંગાવ્યાની કબુલાત આપતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે