Thursday, July 3, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પેટલાદમાંથી બે વર્ષ પહેલા ચોરાયેલી કાર સાથે પોરબંદર નો શખ્શ ઝડપાયો

પેટલાદ માં થી બે વર્ષ પહેલા ચોરાયેલી કાર સાથે પોરબંદર ના શખ્શ ને એસઓજી ની ટીમે ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી છે.

જુનાગઢ રેન્જના ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનીએ પોરબંદર જિલ્લામાં મિલ્કત વિરુધ્ધના તથા ચોરીના ગુન્હાઓ અટકાવવા માટે ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એચ.બી.ધાંધલ્યોને સુચના આપવામાં આવેલ. જે સુચના આધારે એસ.ઓ.જી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહિત ગરાણીયા તથા પોલીસ કોન્સ્ટેબલ સંજય ચૌહાણને હકીકત મળેલ કે એક ઇસમ સુદામા પરોઠા હાઉસ પાસે આંબેડકર નગરમાંથી અલગ નંબર પ્લેટ લગાવી ઇકો કાર લઇને નીકળવાનો હોવાની હકીકત મળતા નરસંગ ટેકરીથી રાણાવાવ જતા રોડ ઉપર ડો. આંબેડકર નગરમાં જતા સર્વિસ રોડ ઉપર વાહન ચેકીંગ કરતા એક ઇસમ સફેદ કલરની ઇકો કાર લઇને નીકળતા તેને રોકાવી તેનું નામ પૂછતા જયેશ નારણભાઇ પાંડાવદરા ઉ.વ. ૩૮, ધંધો ડ્રાઇવીંગ, રહે. નરસંગ ટેકરી મધુરમ પાનની બાજુમાં સુદામા પરોઠા હાઉસવાળી ગલીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.

અને ઇકો કારના રજીસ્ટ્રેશનના કાગળો જોતા આર.સી.બુકમાં એન્જીન તથા ચેસીસના નંબરો ઇકો કારના એન્જીન નંબર અને ચેસીસ નંબર સાથે સરખાવતા અલગ અલગ હોય જેથી ઇકો કારના એન્જીન તથા ચેસીસના નંબરો ઇ.ગુજ-કોપ પોકેટ કોપમાં જોતા આ ઇકો કાર પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે ચોરાયેલ હોય જેથી સી.આર.પી.સી.ની કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે અને પેટલાદ ટાઉન પો.સ્ટે. આણંદ જિલ્લામાં કરવામાં આવેલ છે.

કબ્જે કરવામાં આવેલ મુદામાલમાં ઇકો કાર હાલના નંબર જી.જે.૨૫ એ. એ. ૧૫૯૦ જે ખરા નંબર જી.જે. ૨૩ બી.ડી. ૮૮૬૧ કિ. રૂા. ૨,૫૦,૦૦૦, ઇકો કાર જી.જે ૨૩ બી.ડી. ૮૮૬૧ની આર.સી. બુક આરોપી પાસેથી મળી આવી છે અને પેટલાદ પોલીસ સ્ટેશનનો આ ગુન્હો ડીટેકટ કર્યો છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે